________________
૧૯)
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા: શુદ્ધાત્માનું ધ્યાન, હા !
દાદાશ્રી : તે બીજું શું ધ્યાન કરવાનું ? આપણા વાડામાં કોઈ પેસી ગયું હોય તો કાઢી મેલવાનું બહાર. મહીં અંદર જોવું કે કોઈ પેસી ગયું છે આપણી બાઉન્ડ્રીમાં ? તે જોઈ લેવું કે બાઉન્ડ્રીમાં કોઈ છે નહીં, વિનાશી કોઈ ચીજ પેસી ગઈ નથી. અવિનાશી આત્મા અને તે અમૂર્ત આત્મા. તો અમૂર્ત તો પાછી બીજી ચાર ચીજો છે, તો તે પેસી ગઈ છે મહીં ? ચેતનતા છે કે નહીં ? ચેતન એટલે જ્ઞાન-દર્શન. જોવું-જાણવાનો સ્વભાવ છે કે નહીં? જોવું-જાણવું એ ચેતન. નિરંતર જોવું-જાણવાની ક્રિયા થઈ રહી, એનું નામ જ ચેતન ક્રિયા.
અપમાન કરે છે મૂર્તતું, “હું અમૂર્ત છું' પ્રશ્નકર્તા: દાદા, એ શુદ્ધાત્માની આપણામાં પ્રતીતિ થઈ ગઈ છે, જે લક્ષ બેઠું છે, એને મજબૂત કરવા માટે આત્માના ગુણો સમજવા જોઈએ?
દાદાશ્રી : હંઅ, આપણે કોઈ અપમાન કરે તો ? પ્રશ્નકર્તા પણ તેની અંદર મને અપમાન કરનાર કોઈ છે જ નહીં.
દાદાશ્રી : આ લોકો અપમાન કરે છે તે કોનું અપમાન કરે છે ? આ તો જે દેખાય છે તેનું અપમાન કરે છે અને તે તો હું હોય, મારું અપમાન શી રીતે થાય ? “હું અમૂર્ત છું.”
પ્રશ્નકર્તા : બરાબર.
દાદાશ્રી : કોઈ કહે, તમે ચંદુભાઈ તરીકે કરો છો આ બધું ને તમે ખાવ છો, પીવો છો ને ત્યારે આપણે મનમાં નહીં, પ્રજ્ઞાથી સમજવાનું કે આ તો ઉદયકર્મના આધારે મારે કરવું પડે છે. મારે નથી કરવું છતાંય કરવું પડે છે. હવે એનું ઉપરાણું તો લેવાનું હોય જ નહીંને?
પ્રશ્નકર્તા : ના, લેવાનું ના હોય.
દાદાશ્રી : એનું અપમાન કોઈ કરે ત્યારે આપણે સમજવું કે “ અમૂર્ત છું.”