________________
[૯.૧] અમૂર્ત
૧૮૯
દાદાશ્રી : જ્ઞાની પુરુષ જોડે અભેદતાથી દર્શન કર્યા, તેથી અમૂર્તપદ પ્રાપ્ત થયું, અનંત અવતારથી મૂર્તિ ભગવાનને ભજે છે જે મૂર્તિમાં, દેહને “માનતો હતો, તે બધું આખું ગયું અને અમૂર્તપદમાં બેસી ગયો. વર્તે જો ધ્યાત નિરંતર “શુદ્ધાત્મા’તું, તો થાય અમૂર્તતું ધ્યાન
પ્રશ્નકર્તા અમૂર્ત છું, એ અમૂર્તિનું ધ્યાન કેવી રીતે થાય? એ તો મન-વચન-કાયાથી પર વસ્તુ છે.
દાદાશ્રી : ના, એ જ ધ્યાન કહેવાય. આ એ જ ધ્યાન, અમૂર્તનું ધ્યાન તો આખો દહાડો તમને ચાલ્યા જ કરે છે મહીં “શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું', ત્યાં જતા જતા તમારા ધ્યાનમાં હતું કે નહીં ?
પ્રશ્નકર્તા ઃ હતું. દાદાશ્રી : એ શુક્લધ્યાન, એ અમૂર્તનું ધ્યાન.
એ ગુણનું આરાધન એ જ અમૂર્તતું આરાધત આ આત્માના ગુણો તો તમારે સ્વતંત્ર બોલવા માટે આપેલા છે. અમૂર્ત છું.” મન-વચન-કાયા એ મૂર્ત સ્વરૂપી છે, હું અમૂર્ત છું. આ સંસારની સર્વ જંજાળો મૂર્ત સ્વરૂપી છે, હું અમૂર્ત છું. ધર્મ-અધર્મ મૂર્ત સ્વરૂપી છે, હું અમૂર્ત છું. એ ગુણનું આરાધન એ જ અમૂર્તનું આરાધન અને એનું ધ્યાન કરવાથી, એનું મનન કરવાથી જ્ઞાન ઉત્પન્ન થાય. આ તો મનન છે, એમાંથી ધ્યાન ઉત્પન્ન થાય. ધ્યાન સીધું ના હોય. ધ્યાન સીધું કરી ના શકાય. કોઈ વસ્તુનું મનન કરીએ તેમાંથી ધ્યાન ઉત્પન્ન થાય. ત્યારે કહે, “ધ્યાન કશું થતું નથી. મૂઆ, તારે હવે શાનું ધ્યાન કરવાનું?
પ્રશ્નકર્તા: દાદા, શુદ્ધાત્માનું ધ્યાન કરે તો ?
દાદાશ્રી : વળી એ કરવાનું હોય ? એ તો ધ્યાનમાં જ હોય. તમારા ધ્યાનમાં “હું શુદ્ધાત્મા છું' એ નથી ?