________________
૧૬૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
ઊંધા-સીધા બેઉ ઉપયોગને આપે પ્રકાશ પ્રશ્નકર્તા ઃ આપણે પેલી વાત છે ને ભગવાન તો પ્રકાશસ્વરૂપ છે. એટલે ચોરનેય પ્રકાશ આપે છે, દાનેશ્વરીનેય પ્રકાશ આપે છે. હવે ચોર હોય કે દાનેશ્વરી હોય એ જ્ઞાન પામે, એને જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહેવા માટે એ ભગવાન પ્રકાશ આપે ?
દાદાશ્રી : એ તો આપેલો છે જ ને !
પ્રશ્નકર્તા એટલે જ્ઞાતા-દ્રષ્ટાપદ વખતે પ્રકાશ ભગવાનનો જ હોય છે?
દાદાશ્રી : એ પોતાનો સ્વયં પ્રકાશ હોય છે. બીજા કોઈ પાસે લેવો પડે એવો નથી અને ચોર-બોર એ બધાને આપવો પડે છે, તો આપે છે.
પ્રશ્નકર્તા એ જ સમજવું હતું. એટલે ચોર આ પ્રકાશનો ઉપયોગ કરે છે એવું કહેવાય ?
દાદાશ્રી : હંઅ. પ્રશ્નકર્તા એટલે એનો ઊંધો ઉપયોગ કરે છે ? દાદાશ્રી : હું, ઊંધો ઉપયોગ. પ્રશ્નકર્તા અને અહીં એ પોતે જ શુદ્ધ ઉપયોગમાં રહે છે ? દાદાશ્રી : કોણ ? પ્રશ્નકર્તા ઃ એટલે જ્ઞાતા-દ્રષ્ટાપદવાળો જે છે !
દાદાશ્રી: એ તો પોતે શુદ્ધ ઉપયોગમાં જ છે. પેલું આ રિલેટિવમાં, સંસારી કાર્યોમાં બધે પ્રકાશ એ આપે છે.
જ્ઞાતા-દ્રષ્ટા અને પ્રકાશ, બેઉ એકતા એક પ્રશ્નકર્તા: એક જગ્યાએ આપની એ રીતે વાત આવે છે કે “હું જ્ઞાતા-દ્રષ્ટા છું.” આત્મા જ જોઈ શકે છે તે હું જોઈ શકું છું. એટલે એ