________________
[૮.૩] સ્વ-પર પ્રકાશક
ત્યાં આગળ સિદ્ધ ભગવાન, સિદ્ધ સ્થિતિ, પોતાના સ્વાભાવિક સુખમાં નિરંતર, સ્વ-રમણતામાં રહ્યા કરે. ત્યાં સ્વએય નથી ને પરેય નથી. પર હોય ત્યાં સ્વ કહેવાય.
૧૬૫
આંખો જુએ સામાતે, પોતે જુએ પોતાતા આત્માતે
પ્રશ્નકર્તા : ગીતામાં કીધું છે કે આત્મત્યેવાત્મના તુષ્ટઃ ...(ગીતા અધ્યાય-૨, બ્લોક-૫૫) ‘આત્મા વડે તું આત્માને જો.’ એટલે કેવી રીતે કરવું ? શું જોવાનું ?
દાદાશ્રી : આત્મા વડે આત્માને જોવું. કારણ કે આત્મા પોતે સ્વપર પ્રકાશક છે. સ્વનેય જોઈ શકે ને પરનેય જોઈ શકે છે. એટલે તું સ્વને જો કહે છે. હવે સ્વને જુએ એટલે પોતાને નિરાકુળતા ને એ બધું લાગે.
પ્રશ્નકર્તા : અત્યારે આપણે બે વાતો કરીએ છીએ, તેમાં તમે આત્માને જોઈ રહ્યા છો કે મને જોઈ રહ્યા છો ?
દાદાશ્રી : આ આંખો તમને જોઈ રહી છે અને ‘હું’ મારા આત્માને જોઈ રહ્યો છું. બન્ને સાથે ચાલે એવું છે, કારણ કે બે જુદું છે. એક હોય તો ના થાય. બન્ને દ્રવ્યો, વસ્તુઓ બધી જ, બન્ને જુદી છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, આત્મામાં જુએ છે એટલે આત્મામાં આત્માને જ જોતા હશે કે આત્મામાં પાછી કોઈ બીજી વસ્તુ હશે ?
દાદાશ્રી : નહીં, આત્મા વડે આત્માને જુએ છે. કારણ કે આત્મા સ્વ-પર પ્રકાશક છે. પોતાનો પણ પ્રકાશ કરી શકે એમ છે, પારકાનો, બીજી વસ્તુઓનોય પ્રકાશ જોઈ શકે એમ છે.
પ્રશ્નકર્તા : આત્મા વડે આત્માને જોવાની જે વાત કરી એ દિવ્યચક્ષુ સિવાય બને નહીં.
દાદાશ્રી : દિવ્યચક્ષુ સિવાય કશું માલૂમ જ ના પડે.
અજ્ઞાનથી સંપૂર્ણ મુક્ત થયો એટલે સ્વ-પર પ્રકાશક થયો અને ત્યારથી સંવરપૂર્વક કર્મની નિર્જરા થાય.