________________
પ્રયોગ અને પ્રયોગી બે જુદા જ છે. પણ જેમ પ્રયોગમાં આંગળી ઘાલીએ તો દઝાઈએ, તો એ અનુભવ જ્ઞાન થાય તેમ જ્ઞાન સચોટ થતું જાય. એમ કરતા કરતા મૂળ જ્ઞાન પોતાનું કેવળજ્ઞાન સ્વરૂપ જ છે, બીજું કશું છે જ નહીં, એ ફિટ થતું જાય.
ભૂતકાળ જાણો, ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં સોંપી દીધો. એટલે કેવળજ્ઞાન સ્વરૂપે જાગૃતિ ઉત્પન્ન થાય એવું આ જ્ઞાન છે.
શુદ્ધાત્મા પદમાં બેસીને મન-વચન-કાયાની આદતો જોતા જોતા આદતો છૂટતી જશે, તેમ જ્ઞાન મજબૂત થતું જશે. ઉપયોગ કશામાં ના બેસે, મુક્ત રહે તો કેવળજ્ઞાન સ્વરૂપમાં આવે.
આ જ્ઞાન પછી આપણે એવી મજબૂતી કરી લેવાની છે કે ગમે તેવા જબરજસ્ત કર્મના ઉદય આવે તો પણ આપણે પોતાની શુદ્ધાત્માની ગુફામાં બેઠા બેઠા જોયા કરવાનું. બહાર નીકળવાનું જ નહીં, તો એ ફક્ત જ્ઞાન સ્વરૂપ એ જ કેવળજ્ઞાન સ્વરૂપ છે. ફક્ત વાતને સમજવાની જ છે. કેવળજ્ઞાન લેવા જવાનું નથી, પોતાનું સ્વરૂપ જ છે એ.
કોઈ વખત મહાત્માઓને શુદ્ધાત્માની જાગૃતિ અને જ્ઞાતા-દ્રષ્ટાભાવ એવો રહે, તેનાથી “પોતે કંઈક જુદો જ છે' એવો અનુભવ થાય. એ કેવળજ્ઞાનની ઠંડક કહેવાય. એવી ક્ષણ આવે ત્યારે હું કેવળજ્ઞાન સ્વરૂપ છું' એવું બોલી શકે. જેમ જેમ પાછલા કર્મોનો નિકાલ થતો જાય, તેમ તેમ આ પદ વધતું જાય. એકદમ બધું પૂરું થાય નહીં.
કેવળ આત્માની જ નિરંતર રમણતા, પુદ્ગલની સહેજ પણ રમણતા નહીં એ કેવળજ્ઞાન છે. એ કેવળજ્ઞાનથી બધું જ પોતે જોઈ શકે.
સર્વથા નિજ પરિણતિને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કેવળ દર્શનમાં નિજ પરિણતિ ઉત્પન્ન થાય છે અને તે ક્રમે ક્રમે વધ્યા કરશે ને કેવળજ્ઞાન સ્વરૂપમાં પરિણમશે.
કવિરાજે પદમાં લખ્યું છે કે “જેને વર્તે છે કેવળજ્ઞાન, આ દાદા તે પરમાત્મા.” ત્યારે દાદાશ્રી કહે છે, “અમને કેવળજ્ઞાન થયું નથી. અમે કેવળજ્ઞાનના કારણોનું સેવન નિરંતર કરીએ છીએ. અમને કેવળજ્ઞાન
23