________________
[]
ટંકોત્કીર્ણ ટંકોત્કીર્ણ એ તીર્થકરતો પારિભાષિક શબ્દ પ્રશ્નકર્તા ઃ ચરણવિધિમાં ટંકોત્કીર્ણ શબ્દ આવે છે એનો અર્થ સમજાવો.
દાદાશ્રી : ટંકોત્કીર્ણ એ “સાયન્ટિફિક શબ્દ છે, લોકભાષાનો શબ્દ નથી. આ એક પારિભાષિક શબ્દ છે, બહુ મોટો ગૂઢાર્થવાળો.
પ્રશ્નકર્તા: તો એ જૈન પરિભાષાનો શબ્દ છે ?
દાદાશ્રી : આ એક જ શબ્દ એકલો એવો છે કે જે શબ્દનું કોઈ સ્પષ્ટીકરણ કરી શકે એમ નથી. આ પારિભાષિક શબ્દ તીર્થકરોના મુખારવિંદથી નીકળેલો છે, અર્થ સહિત.
એ તીર્થકરોનો આગવો શબ્દ છે, આગવી શોધખોળ છે. એટલે વ્યવહારમાં પ્રચલિત નથી. એ ટંકોત્કીર્ણ બહુ ઊંચો શબ્દ છે. એનો અર્થ કોઈ સમજી શકે એવી સ્થિતિમાં નથી, એવો છે. પંડિતોય પણ ના સમજી શકે આ, કારણ કે એનો અધર વર્ડ (બીજો શબ્દ) નથી. એનો સામો, પ્રતિક, બીજો અધર વર્ડ એને બેરલ પકડાવે એવો શબ્દ જ નથી.
ભગવાનની ભાષાનો એ એક જ શબ્દ એવો છે કે જેનો અર્થ આમ