________________
[૪.૨] અસ્પષ્ટ વેદન - સ્પષ્ટ વેદન
પ૭
દાદાશ્રી : મમત્વ અને અહંકાર એ બે ઘટી જાય. એટલે તમારે મમતા વધે છે કે ઘટે છે ?
પ્રશ્નકર્તા: વધતી નથી એટલું તો નક્કી જ છે. દાદાશ્રી : ના, ઘટી ગઈ છે. હવે આ અહંકાર વધે છે કે ઘટે છે? પ્રશ્નકર્તા: હં, આમ કરું છું એવું લાગતું નથી.
દાદાશ્રી : બરોબર છે. એટલે આમાં બીજું કશું નથી. તમારે પોતાના વિચાર ના કરવા કે મને શું થયું એવું ? તમારે તો હું કહું એટલો વખત અહીં સત્સંગમાં બેસ બેસ કરવું.
અસ્પષ્ટ અનુભવે પણ ભોગવે અજાયબ પદ પ્રશ્નકર્તા : સ્પષ્ટ અનુભૂતિ માટે કાઉસગ્ન અવસ્થા અથવા આસનની બીજી કોઈ અવસ્થામાં રહેવું વધારે સારું હોય ?
દાદાશ્રી : સ્પષ્ટ અનુભવ ખોળશો નહીં, અસ્પષ્ટ થયું એ સારું છે. સ્પષ્ટ અનુભવે તો હું એકલો જ છું. આ પદે આવતા આવતા તો બહુ ટાઈમ લે. એ તારી મહેનત નકામી જશે. આપણે જે છે ને, એને પૂર્ણાહુતિ કરો. બહુ સરસ થઈ ગયું છે. આ તો પ્રતીતિ થઈ, લક્ષ થયું, અનુભવ થયો. અસ્પષ્ટ અનુભવ પણ આટલું બધું થયું. હવે લોક તો પ્રતીતિ હોય તોય બહુ થયું, કહેશે. “આત્મા છું' એની પ્રતીતિ બેસે તોય પણ બહુ થઈ ગયું હવે.
પ્રશ્નકર્તા: સ્પષ્ટ વિના સંતોષ થાય નહીં પણ ?
દાદાશ્રી : ના, એ સંતોષ તો ખોટો લોભ છે એક જાતનો. આમાં લોભ પેઠોને તો ખલાસ થઈ જાય. ચિંતા-બિંતા નથી થતીને ?
પ્રશ્નકર્તા : નથી થતી. દાદાશ્રી : પછી હવે આથી શું વધારે જોઈએ ? પ્રશ્નકર્તા સ્પષ્ટ થાય એટલે તો એનું સુખ કંઈક અનુભવાયને? દાદાશ્રી : આખો દહાડો અનુભવ થાય છે ને ! આખો દહાડો કષાય