________________
પ૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દેહ છૂટતી વખતે ચોથો પાયો ઉત્પન્ન થાય તે ઘડીવારમાં, સહેજવારમાં, આંખના મીંચકારામાં જ !
પહેલા પાયામાં અંશે કેવળદર્શન સુધી પહોંચાય. બીજા પાયામાં પૂર્ણ કેવળદર્શન સુધી આવે. ત્રીજા પાયામાં કેવળજ્ઞાન આવે. આ કાળને લીધે કેવળજ્ઞાન અટક્યું છે. આ અક્રમ વિજ્ઞાન છે, એટલે સીધી-ડિરેક્ટ વસ્તુ જ પ્રાપ્ત થઈ જાય. જ્ઞાનીની કૃપાથી જ વસ્તુ પ્રાપ્ત થાય.
આજ્ઞાપાલતે અસ્પષ્ટમાંથી થાય સ્પષ્ટ વેદના પ્રશ્નકર્તા ઃ આત્માને સ્પષ્ટ વેદનની બહુ ઉતાવળ લાગી છે.
દાદાશ્રી: નજીક આવી ગયા, એટલું જ જોવાનું. આ કાળમાં આશા ના રખાય. સ્પષ્ટ વેદન તો જ્ઞાની પુરુષ એકલાને જ હોય, બીજા કોઈને હોય નહીં. કારણ કે તેઓ પૂર્વનું બધું લઈને આવેલા ! ને આપણે ઉતાવળ કરવીયે નહીં. ઉતાવળ કરવાથી નવો રોગ પેસી જાય. આપણે પાંચ આજ્ઞામાં જ રહેવું. આમાં લોભ કરવા જેવું નહીં.
પ્રશ્નકર્તા : ના, લોભની વાત નથી, દાદા. આ તો એ સ્થિતિ સમજવાની વાત છે.
દાદાશ્રી : સ્પષ્ટ વેદન બહુ ઊંચી વસ્તુ છે. પોતે ભગવાન જ થઈ ગયો.
પ્રશ્નકર્તા અંદર મારો આત્મા જુદો છે એવો અનુભવ નથી થતો.
દાદાશ્રી : અત્યારે સ્પષ્ટ જુદો છે એનો અનુભવ ના જ થાય. અત્યારે તો અસ્પષ્ટ અનુભવ છે, સ્પષ્ટ મારે એકલાને જ હોય. તમારે આજ્ઞા પાળો ત્યારે ધીમે ધીમે સ્પષ્ટ થવા માંડે. આ બધાને અસ્પષ્ટ વેદન હોય. અને આ બીજી બધી ભ્રાંતિ ઊડી જાય એની.
પ્રશ્નકર્તા: એના આવરણો તૂટી જાય, પેલા ઉપલા જે આવરણો? દાદાશ્રી : આવરણના પેલા ભાવો તૂટી જાય, મમત્વ ઘટી જાય. પ્રશ્નકર્તા: એટલે ‘હું છું’ એ ઘટી જાય ?