________________
૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
અસ્પષ્ટ વેદત એ શુક્લધ્યાતનો પહેલો પાયો શુક્લધ્યાનના ચાર પાયા; એમાં આ પહેલો પાયો છે. આ શુદ્ધાત્માનું લક્ષ એ શુક્લધ્યાન કહેવાય. શુક્લધ્યાન એટલે આત્માનું વદન થાય. એટલે અસ્પષ્ટ વેદન થાય. વસ્તુ છે એ નક્કી થઈ ગયું. વસ્તુ છે એવું ભાન થયું આપણને, પણ એનું સ્પષ્ટ વેદન નથી થયું. “શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું પણ અસ્પષ્ટ વેદન એ પહેલો પાયો, બીજો પાયો સ્પષ્ટ વેદન.
શાસ્ત્રકારોએ ના પાડી છે કે શુક્લધ્યાન આ કાળમાં નથી. શુક્લધ્યાન એટલે જગતમાં જેમ છે તેમ જોવું. પહેલા હું ચંદુભાઈ છું અને
આ સ્થાનકવાસી છું' એવું બધું ધ્યાનમાં રહેતું હતું. હવે હું શુદ્ધાત્મા છું' એ તમારા ધ્યાનમાં રહે. રહે છે કે નથી રહેતું ?
પ્રશ્નકર્તા : હા, રહે છે.
દાદાશ્રી : એ ધ્યાન શુદ્ધાત્માનું ધ્યાન, એ જ શુક્લધ્યાન. હવે શુક્લધ્યાનનો પહેલો પાયો તો શા આધારે રાખ્યો છે અસ્પષ્ટ ? કે જ્ઞાનદર્શન-ચારિત્રને ભિન્નતાથી જુએ છે એ.
પ્રશ્નકર્તા ઃ અભેદથી નથી જોતા.
દાદાશ્રી : હા, અભેદ રીતે નથી જોતા. તમને તો પ્રતીતિમાં અભેદ થયેલું છે અને નિરંતર પ્રતીતિ છે આ. એટલે લાયક સમકિત છે આ, કેવળદર્શન છે આ. પ્રતીતિ નિરંતર બેસી ગઈ, તો હવે આની પાછળ ખૂબ પડજો.
અસ્પષ્ટ વેદત એ જ અજાયબ પદ પ્રશ્નકર્તા: આપણે જ્ઞાન લીધા પછી જેમ કે સ્પષ્ટ અનુભવ થવો જોઈએ આત્માનો આમ દ્રષ્ટા ને જ્ઞાતા તરીકેનો, એવો સ્પષ્ટ અનુભવ નથી રહેતો પણ અસ્પષ્ટ અનુભવ રહે છે.
દાદાશ્રી : સ્પષ્ટ અનુભવ આપ્યો નથી તમને, અસ્પષ્ટ જ આપ્યો છે. અસ્પષ્ટ અનુભવ એટલે બહુ મોટી દશા કહેવાય. મને સ્પષ્ટ અનુભવ છે ને તમને અસ્પષ્ટ છે, એટલો જ ફેર રહ્યો.