________________
[૪.૨] અસ્પષ્ટ વેદન - સ્પષ્ટ વેદન
૫૩
અત્યારે તમને જે પ્રતીતિમાં આત્મા છે અને લક્ષમાં છે એ કરેક્ટ છે. અનુભવ છે પણ અસ્પષ્ટ, અસ્પષ્ટ એટલે અહીં અંધારામાં બરફ ઢગલો વાળેલો હોયને, તો એને અડીને હવા આપણને આવે. એટલે આપણને એમ લાગે કે આ અહીં બેઠા છે તે આ ઉનાળાને દહાડે આવો ઠંડો પવન ના હોય, માટે આટલામાં બરફ હોવો જોઈએ. એટલે બરફ છે એમ ખાતરી થઈ ગઈ આપણને. એનો સ્વાદેય મળે પણ સ્પષ્ટ અનુભવ ના થાય અને અમને સ્પષ્ટ જ, એક્ઝક્ટ લાગે. અમારે બરફને અડીને જ હાથ હોય, એવી રીતે સ્પષ્ટ વંદન થયા કરે.
અહીં આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને આ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું સ્વસંવેદન’ અને તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ વેદન’ સુધી પહોંચે.
એટલે એ જ્ઞાન પછી આત્મા છે એની ખાતરી થઈ ગઈ, એ આનંદ ઉત્પન્ન થાય છે એટલે અસ્પષ્ટ વેદન. સ્પષ્ટ વેદન તો જ્યારે એને અડીને બેસશો અને એ દેખાશે ત્યારે સ્પષ્ટ વેદન થશે. બધો ભ્રમ તૂટી જશે ! એ દેખાશે એક્ઝક્ટ, જેમ છે તેમ દેખાશે. પોતે પોતાને દેખવું, એ તો સ્વપર પ્રકાશકનો ગુણ છે. એ આપણે એની બહુ આશાઓ ના રાખવી.
પહેલો પાયો આત્માનું અસ્પષ્ટ વેદન, જે તમને આત્મા વર્તે છે. બીજો પાયો તે અમારો, સ્પષ્ટ વેદન. ત્રીજો પાયો તે સંપૂર્ણ વીતરાગ. આ અમે ખટપટિયા, ઘાલમેલવાળા વીતરાગ કહેવાઈએ. ભગવાન કહે છે, આ ઘાલમેલિયા વીતરાગમાં એક હજાર આઠ ગુણ હોય ને વીતરાગમાં એકસો આઠ ગુણ હોય.
અમારું સ્પષ્ટ વેદના અને તમારું અસ્પષ્ટ વેદન, તમારું વદન ખરું મહીં. સુખ વત્યે ખબર પડે પણ એની સ્પષ્ટતા ના આવે. પણ આત્માનું વેદન એટલે અનુભવ થયો કહેવાય. આત્માનું જેને વેદન છે અને લક્ષ બેઠું છે, એને રાત્રે જાગ્યા કે “હું શુદ્ધાત્મા છું' એનું ભાન ઉત્પન્ન થાય. ઊંઘમાંથી ઊઠ્યો ને ભાન ઉત્પન્ન થાય, એ સાચું ભાન છે ને તે અનુભવ કહેવાય, આત્માનુભવ કહેવાય.