________________
[૪] સ્વસંવેદત : સ્પષ્ટ વેદન
[૪.૧]
સ્વસંવેદન પોતે પોતાનું વેદત તે સ્વસંવેદન, જે પ્રકાશે આખું બ્રહ્માંડ
પ્રશ્નકર્તા: આરતીમાં “સ્વસંવેદન શક્તિ, બ્રહ્માંડ પ્રકાશ સ્વયં” એવું કહ્યું છે તો સ્વસંવેદન એટલે શું ?
દાદાશ્રી : સ્વની અનુભૂતિ, સ્વસંવેદન એટલે પોતે પોતાનું વેદન સુખ ભોગવે. પોતે પોતાના વેદનથી સુખમાં રહે છે ને આ સુખ બીજો આપતો નથી. પોતે અનંત સુખનું ધામ છે. એટલે પોતે પોતાનું જ વેદન, સ્વસંવેદન, એટલે એ સ્વસંવેદન શક્તિ છે. એનાથી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય એટલે આખું બ્રહ્માંડ પ્રકાશમાન દેખાય, તો પૂર્ણાહુતિ થાય.
આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ આત્મામાં છે. પોતે પોતાની આખા બ્રહ્માંડને પ્રકાશવાની જે સ્વસંવેદન શક્તિ છે, તેને કેવળજ્ઞાન કહેવાય છે.
પ્રશ્નકર્તા : પેલું સ્વસંવેદન શક્તિ, બ્રહ્માંડ પ્રકાશ સ્વયં એટલે શું એ જરા સમજાવો. એ પેલું કેવળજ્ઞાનને માટે આપે કહ્યું.