________________
[૩] સચ્ચિદાનંદ સ્વરૂપ
૪૩
અડતાલીસ મિનિટતા ધ્યાને, શરૂઆત થાય સચ્ચિદાનંદની
પ્રશ્નકર્તા : ભગવાનનું સ્થળ, માનસિક પ્લાન તો સુલભતાથી હું કરી શકું છું, પણ સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન કરવા માટે શું કરવું ?
દાદાશ્રી : ભગવાનનું સુલભતાથી ધ્યાન કેટલો વખત રહે છે ? પ્રશ્નકર્તા ધૂળ, માનસિક રીતે પાંચ-સાત મિનિટ રહી શકે.
દાદાશ્રી : એ તો અડતાલીસ મિનિટનો પ્રયત્ન કરવો જોઈએ. અડતાલીસ મિનિટનો પુરુષાર્થ કરવો જોઈએ. અડતાલીસ મિનિટ રહે તો સચ્ચિદાનંદનો છાંટો પછી પડવા માંડે, શરૂઆત થાય. સાત મિનિટનું ચાલે નહીં. અડતાલીસ મિનિટ એક જ ધ્યાનમાં રહી શકાય ભગવાનના, શૂળ, માનસિક ધ્યાનમાં ?
પ્રશ્નકર્તા: હા, અડતાલીસ મિનિટ સુધી સ્થળ ધ્યાનમાં સતત રહેવું જોઈએ.
દાદાશ્રી : અડતાલીસ મિનિટ થાય તો તમને ફળદાયી થઈ પડશે. સચ્ચિદાનંદ સ્વરૂપનો કંઈક પ્રકાશ, એનો એ આભા પડશે. પછી ધીમે ધીમે આગળ વધતું જાય.
પ્રશ્નકર્તા એ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ બોલે જ રાખીએ તો અમને એનાથી શું પદ મળે ?
દાદાશ્રી : જપયજ્ઞ થાય, બીજું શું થાય? એકાગ્રતા રહે એટલું જ. જેટલા શબ્દો રિયલમાં સમજો એટલામાં એકાગ્રતા રહે. સચ્ચિદાનંદનો અર્થ સમજવો જોઈએ.
પ્રશ્નકર્તા: ગીતાનો શ્લોક છે, એમાં અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે જેમ જેમ અભ્યાસ વધે તેમ તેમ તું મારા સચ્ચિદાનંદ સ્વરૂપને પામી શકીશ, તે સમજાવો.
દાદાશ્રી : અભ્યાસ શેનો કરવાનો છે ? ત્યારે કહે, અધ્યાસ છોડવાનો. આ દેહાધ્યાસને છોડવાનો અભ્યાસ કરવાનો છે અને સ્વ