________________
દાદાશ્રીની રેકોર્ડ થયેલ તમામ વાણીમાંથી આત્મા સંબંધી મેટરનું જે કલેક્શન થયું, તેમાંથી આપ્તવાણી શ્રેણી ૧૪ ભાગ ૧-૨-૩-૪-૫ને અનુરૂપ મેટરને સિલેક્ટ કરીને મૂકવામાં આવ્યું છે. આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૪માં આત્માના ગુણધર્મ અને સ્વભાવ વિશે વિગતવાર વાતો મળે છે, જ્યારે અહીં ભાગ-૫માં આત્માના સ્વરૂપ વિશે સૈદ્ધાંતિક વાતોને સંકલન કરવાનો પ્રયાસ થયો છે. જેમાં કેવળજ્ઞાન સ્વરૂપ, ચૈતન્યઘન સ્વરૂપ, વિજ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, અવ્યાબાધ સ્વરૂપ, ટંકોત્કીર્ણ, અરીસા જેવો, અનંત પ્રદેશી, અરૂપી-અમૂર્ત, સૂક્ષ્મતમ, સિદ્ધ ભગવાન, મોક્ષ આદિ અનેક ફોડ પાડ્યા છે. દાદાશ્રીએ સત્સંગમાં પ્રદાન કરેલી આવી વિવિધ સમજને યથાયોગ્ય સંકલન કરી પુસ્તકરૂપે પ્રકાશન કરવામાં આવેલ છે. જે મૂળ અવર્ણનીય, અવક્તવ્ય, નિઃશબ્દ એવા આત્મસ્વરૂપની સમજ પામવા સહાયરૂપ બનશે.
જ્ઞાની” એટલે પોતાના સ્વરૂપનું અને સ્વભાવનું જ ચિંતવન થયા કરવું. “સ્વરૂપ” એટલે “પોતે કોણ છે એ નક્કી થવું અને સ્વભાવ એટલે આત્માના ગુણધર્મો, એમાં જ રહ્યા કરે એનું નામ “જ્ઞાની.”
-દાદાશ્રી A એટલે એપલ, B એટલે બેટ એમ જ કાયમનું માની લેવા જેવું નથી. એવી રીતે આકાશ જેવો આત્મા, પ્રકાશ સ્વરૂપ આત્મા, જ્યોતિસ્વરૂપ આત્મા, અરીસા જેવો આત્મા, અરૂપી આત્મા તેવું પોતે કલ્પનાથી માની બેસવા જેવું નથી. એ તો સિમિલિ છે, તે મૂળ વસ્તુનું સ્વરૂપ સમજવા માટે છે. જ્યારે મૂળ વસ્તુ અનુભવમાં આવશે ત્યારે બધા ગુણધર્મો સહિત, બધા દૃષ્ટાંતો જેમાં સમાઈ જાય છતાં બધાથી પર એવું જુદું જ એ પોતાનું સ્વરૂપ પોતાને ફિટ થઈ ગયું હશે કે જે અનુપમ છે, અવર્ણનીય છે. સાધનો, દૃષ્ટાંતો, સિમિતિઓ ગૌણ થઈ જશે અને મૂળ પોતે જે નિરાલંબ છે તે સ્વરૂપ થઈને જ રહેશે. એ જ સ્વરૂપ કે જે આ કાળના મહાન જ્ઞાની દાદા ભગવાને પ્રાપ્ત કર્યું.
આત્માના સ્વરૂપની જાણકારી પ્રાપ્ત કર્યા પછી અરીસા જેવો કે પ્રકાશ જેવો કે આકાશ જેવો એમ એક શબ્દ પકડીને તેવું સ્વરૂપ મને ઓળખાઈ ગયું છે એમ બુદ્ધિ પકડી લેશે તો ક્યાંક એકાંતે બીજે પાટે ગાડી
14