________________
[૧.૩] ચૈતન્યઘત સ્વરૂપ
આત્મા ભેળસેળ રહિત ચૈતન્યતો ઘત
પ્રશ્નકર્તા : આ તમે જેમ કહો છો કે હું ચૈતન્યઘન એવો શુદ્ધાત્મા છું, તો ચૈતન્યઘન એટલે શું ?
દાદાશ્રી : આ સાંબેલું આવે છે ને, એ સાંબેલાને ખખડાવીએ તો શું થાય ? અવાજ આવે ?
પ્રશ્નકર્તા ઃ અવાજ આવે.
દાદાશ્રી : અને પ્લાસ્ટિકનું સાંબેલું હોય ને ખખડાવીએ તો ? પ્રશ્નકર્તા : પોલું હોય તો પોલો અવાજ આવે.
દાદાશ્રી : પ્લાસ્ટિકનું સાંબેલું એટલે પ્લાસ્ટિક એ પોલું હોય તો, પોલો અવાજ જ આવેને કે ના આવે ?
પ્રશ્નકર્તા : હા, આવે.
દાદાશ્રી : એટલે એ પ્લાસ્ટિકનું સાંબેલું એને ઘન ના કહેવાય. આ પોલું સાંબેલું અને આ છે નક્કર. તે આત્મા નક્કર છે એમ કહે છે. પોલા સાંબેલા જેવો નથી, ઘન છે. ઘન એટલે ક્યૂબિક, એટલે આમ (બધી બાજુએ) કોમ્પ્રેસ કર્યું.