________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પડે, એની મેળે થાય એનાથી. જ્ઞાન તો એની ચોકસાઈ નહીં કે થવાનું જ એ. પણ આ વિજ્ઞાન તો થાય જ, અવશ્ય થાય. જ્ઞાન પછી વિજ્ઞાન સ્વરૂપ થતા ગઈ ચિંતા ને પ્રગટ્યો ચેતક
પ્રશ્નકર્તા : પછી ચિંતા જતી રહે. આગલે દહાડે કહેનાર કે આ ચિંતા જાય નહીં, એ જ માણસ જ્ઞાન લીધા પછી બીજે દિવસે કહે છે કે મારી ચિંતા ગઈ.
દાદાશ્રી : ગઈ હવે ચિંતા. ચિંતા ક્યારે જાય કે વિજ્ઞાનસ્વરૂપ થાય ત્યારે. એટલે પેલો કેવળજ્ઞાન થયા પછી વિજ્ઞાનસ્વરૂપ થાય છે. તમને કેવળજ્ઞાન ભલેને ના થયું હોય પણ વિજ્ઞાનસ્વરૂપ તો થયા છો. તેથી તમને શું કહું છું કે કેવળજ્ઞાન મેં તમને આપ્યું છે ખરું પણ મને પચ્યું નથી માટે તમને પચતું નથી. અને કેવળજ્ઞાન આપેલું ના હોત તો આ બે કલાકમાં તમારો આત્મા જાગ્રત થાય નહીં.
પ્રશ્નકર્તા ઃ થાતેય નહીં ને ચિંતા જાતેય નહીં. દાદાશ્રી : હા, એટલે આ વિજ્ઞાનસ્વરૂપ છે. આત્મા તો.
પ્રશ્નકર્તા : પણ દાદા, વિજ્ઞાનસ્વરૂપ છે એ હકીકત આમ દરેકને સાધારણ અનુભવ થાય છે કે પોતે બહાર કશું નહીં કરતા હોવા છતાં અંદર ક્રિયા સતત ચાલ્યા જ કરે છે.
દાદાશ્રી : ચાલ્યા જ કરે, નિરંતર ચેતવે હલે. અંદર કંઈ અવળું થાયને ત્યારે ચેતવે હઉ, ચંદુભાઈ ગુસ્સે ભરાયા તો અંદર ચેતવે કે એમ નહીં, એવું ના થવું જોઈએ.
આ તો ચૈતન્ય વિજ્ઞાન છે, મહીંથી જ ચેતવે. અંદર જે ચેતવનારી શક્તિઓ બધી છે એ ખુલ્લી થઈ ગઈ. એટલે આ વિજ્ઞાન છે. આ તો આનો લાભ આજ વીસ-પચ્ચીસ હજાર માણસો લઈને બેઠા છે.