________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
જુદું જુદું નથી હોતું. આત્મજ્ઞાન જ વિજ્ઞાનસ્વરૂપે થાય. આત્મજ્ઞાન તો મેં તમને આપ્યું જ છે ને, પછી એ વિજ્ઞાનસ્વરૂપે થાય. ભગવાન વિજ્ઞાનસ્વરૂપ છે. ‘જ્ઞાનસ્વરૂપે’ નથી. આ મારું વિજ્ઞાનસ્વરૂપ થયેલું. જ્યાંથી પૂછે ત્યાંથી જવાબ મળે. એ દુનિયામાં બનેલુંય નહીં. આ ઈતિહાસેય નહીં બનેલો
આવો. તેથી અમે વેદના ઉપરી કહેવાય ને ! નહીં તો વેદના ઉપરી ના
૨૪
હોય તો કંઈ બોલાય નહીંને, શબ્દેય. આ તો જે હોય ફેક્ટ તે કહી દે ઝટ, કે ધીસ ઈઝ ધેટ.
જ્ઞાન એટલે આત્મા અને વિજ્ઞાન એટલે પરમાત્મા. આ તો ‘સાયન્સ’ છે. આત્મા-પરમાત્માનું ‘સાયન્સ’ એટલે સિદ્ધાંત ! એમાં કોઈ જગ્યાએ અંશ માત્ર ‘ચેન્જ’ (ફેરફાર) ના થાય અને ઠેઠ આરપાર કાઢી નાખે. જ્ઞાનઘન આત્મામાં આવ્યા પછી, અવિનાશી પદને પામ્યા પછી વિજ્ઞાનઘનને જાણવું જોઈએ.
જ્ઞાતી પુરુષ વિજ્ઞાતઘત આત્મ સ્વરૂપે
વિજ્ઞાની ક્યારે થઈ શકે ? મનની આખી ગ્રંથિઓ ઓળંગી જાય, બુદ્ધિના બધા પર્યાયો ઓળંગી જાય, પછી ‘જ્ઞાન’ના પર્યાયો શરૂ થાય, એય પછી ઓળંગી જાય ને ‘જ્ઞાન'ની બહાર નીકળે, ત્યારે ‘વિજ્ઞાનઘન આત્મા' થાય !
વિજ્ઞાનઘન એટલે બધામાં ‘હું જ છું’ એવું દેખાય, એ વિજ્ઞાનઘન આત્મા કહેવાય. બંધાયેલો છતાંય મુક્ત રહે ! ‘જ્ઞાની પુરુષ’ તો ધર્માધર્મ આત્માથી ૫૨ ને જ્ઞાનઘનથીયે ૫૨ વિજ્ઞાનઘન આત્મામાં હોય, કેવળ મુક્ત પુરુષ !
તેઓ પોતે ‘થિયરી ઑફ એક્સૉલ્યૂટિઝમ'માં જ નહીં પણ ‘થિયરમ ઓફ એક્સૉલ્યૂટિઝમ'માં હોય. આખા ‘વર્લ્ડ’નું પુણ્ય જાગ્યું કે આ ‘અક્રમ વિજ્ઞાન’ નીકળ્યું, વિજ્ઞાનધન આત્મા નીકળ્યો !
આ વિજ્ઞાન છે, આત્મ વિજ્ઞાન. કૃષ્ણ ભગવાને જે વિજ્ઞાનસ્વરૂપ કહ્યું તે જ આ આત્મા. જ્ઞાનસ્વરૂપ આત્મા કામમાં લાગશે નહીં. વિજ્ઞાનસ્વરૂપ આત્મા, સ્પષ્ટ ચેતનસ્વરૂપે જોઈશે.