________________
[૧.૨] વિજ્ઞાન સ્વરૂપ
વિજ્ઞાનન
દાદાશ્રી : હા, જ્ઞાનનો પીંડ કહે છે તે બરોબર છે. પણ એ ભાષામાં બરોબર છે પણ આ જ્ઞાન છે તે જ્યાં સુધી વિજ્ઞાન ના થાય ત્યાં સુધી આત્મા કહેવાય જ નહીં. પણ છતાં એણે શબ્દમાં તો એમ જ કહ્યું છે, જ્ઞાન એ જ આત્મા છે. છેવટે જ્ઞાન એ જ આત્મા છે પણ કયું જ્ઞાન ? વિજ્ઞાન જ્ઞાન.
૨૩
વિજ્ઞાત એ એબ્સૉલ્યૂટ જ્ઞાત, બતાવે પરમાત્મા
આખું જગત રિલેટિવ જ્ઞાનમાં જ છે. પછી તે સાધુ-બાવા કે ગમે તેવા મોટા આચાર્ય હોય, તે બધા જ રિલેટિવ જ્ઞાનમાં છે. વિજ્ઞાનમાં તો કોઈ જ આવ્યા જ નથી. વિજ્ઞાન એટલે એક્સૉલ્યૂટ જ્ઞાન. આ જગતમાં હિતાહિતનું ભાન તે તો રિલેટિવ જ્ઞાન છે, તે વિજ્ઞાન નથી.
અત્યારે આપણી પોતાની નબળાઈ નીકળે, પોતે પરમાત્મા થાય એવું આ વિજ્ઞાન છે આપણું. અને ભગવાનેય તમારો ઉપરી નથી, એની ગેરેન્ટી આપું છું. પછી શો વાંધો છે તે ?
આત્મજ્ઞાત થતા સુધી જ્ઞાત, પછી આગળ વિજ્ઞાત
પ્રશ્નકર્તા : દાદા, હવે એ સમજવું હતું કે આપની જ્ઞાનવિધિ દ્વારા અમને જે રિયલ જ્ઞાન થાય છે તે ને આ વિજ્ઞાનસ્વરૂપ એ બે કઈ રીતે જુદું પડે છે ?
દાદાશ્રી : વિજ્ઞાન એટલે એક્સૉલ્યૂટ જ્ઞાન અને રિયલ જ્ઞાન એ છે તો આત્મજ્ઞાન થતા સુધીનું જ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાન સ્પર્શે ત્યાં સુધીનું જ્ઞાન કહેવાય છે અને તે પછી આગળ એને વિજ્ઞાન કહેવાય છે. વિજ્ઞાન એ એક્સૉલ્યૂટ કહેવાય. એટલે જ્ઞાન એ કરવું પડે અને વિજ્ઞાન એની મેળે ક્રિયા થયા કરે.
...પછી વિજ્ઞાનઘન થતા થાય ભગવાત
પ્રશ્નકર્તા : દાદા, વધારે સમજાવશો.
દાદાશ્રી : આત્મજ્ઞાન જ્યારે વિજ્ઞાનસ્વરૂપે થાય છે ત્યારે એમાં બે