________________
[૧.૧] કેવળજ્ઞાન સ્વરૂપ
૧૫
છે. બીજી કશી જાણવા જેવી આ જગતમાં કોઈ વસ્તુ નથી. બધું કેવળજ્ઞાન સ્વરૂપ જ એ છે. એટલે આમ જોતા જોતા જૂની આદતો છૂટતી જશે, તેમ તેમ મજબૂત થતું જશે. આ દેહ ક્રિયા કરે તેનો વાંધો નથી. દેહની આદતો છે તેનો વાંધો નથી. આપણને મહીં દેહમાં પાછું ભળવાની આદતો છે. ઉપયોગ એમાં પેસી જાય, ઉપયોગ આમાં પેસી જાય. ઉપયોગ આમાંથી મુક્ત રહ્યો તો થઈ રહ્યું, ખલાસ. આ તો કેવળજ્ઞાન સ્વરૂપ, આ જે જ્ઞાન આપ્યું છે એ કેવળજ્ઞાન સ્વરૂપ છે.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન સ્વરૂપ જ ?
દાદાશ્રી : બસ, કેવળજ્ઞાન સ્વરૂપ, બીજું કાંઈ નહીં. તૃપ્તિ વળેને સ્વરૂપની, તેનાથી રૌદ્રધ્યાન-આર્તધ્યાન બંધ થાય. આપણે બંધ કરવું ના પડે.
આપણું મૂળ સ્વરૂપ કેવળજ્ઞાન સ્વરૂપ છે. હવે બહારના હલ્લો કશો થશે નહીંને ? આપણું આ જે પ્રાપ્ત થયું છે, એને ખોવડાવી નાખે એવો હલ્લો નહીં થાયને? બસ, એ આપણી મજબૂતી એવી કરી લેવાની કે ગમે એવા કર્મના ઉદય આવવા હોય તો આવે, જેવા આવતા હોય તો “આવો” કહીએ. હવે મને વાંધો નથી. બહુ જબરજસ્ત ઉદય આવે ચોગરદમના, તો આપણે આપણી ગુફામાં બેઠા બેઠા જોયા કરવાનું. બહાર નીકળવાનું જ નહીંને ! અંદર, હોમ ડિપાર્ટમેન્ટમાં, ફોરેનમાં હાથ ઘાલવાનો જ નહીં. જોયા જ કરવાનું, સ્થિર, એકદમ સ્થિર.
વાત જ સમજવાની છે આ તો. પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. કેવળજ્ઞાન લેવા જવાનું નથી, પોતાનું સ્વરૂપ જ છે. કેવળજ્ઞાન એટલે શું? ફક્ત જ્ઞાનસ્વરૂપ.
અંશે અંશે વધતું જાય કેવળજ્ઞાત સ્વરૂપ મહાત્માને
પ્રશ્નકર્તા હવે આ શુદ્ધાત્માની જાગૃતિ અને જ્ઞાતા-દ્રષ્ટાભાવ રહે, ત્યારે તે વખતે “હું કંઈક જુદી જ વસ્તુ છું' એવો અનુભવ થાય અને ઠંડક લાગે.
દાદાશ્રી: એ તો લાગે જ ને ! એ વાત જ જુદી છે એવું લાગે ને