________________
૧૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
એટલે પછી મનમાં ફિટ (દઢ) થતું જાય કે હવે ફરી નથી કરવું. એમ કરતો કરતો બંધ થઈ જશે.
પ્રશ્નકર્તા ઃ અનુભવ જ્ઞાનથી પાકું થઈ જાય પછી ?
દાદાશ્રી : પ્રયોગ ને પ્રયોગી બે જુદા જ છે ત્યાં આગળ. પ્રયોગમાં આંગળી ઘાલીએ ત્યારે દઝાઈએ. એટલે ફરીવાર આપણે નક્કી કરીએ કે હવે ફરી નહીં ઘાલવી. પાછી ફરી ભૂલ થઈ જાય, પાછું ગોથું ખઈ જાય તો ફરી ઘાલી દે. એમ કરતા કરતા કોઈ એક દહાડો જ્ઞાન ફિટ થઈ જશે. પણ મૂળ જ્ઞાન પોતાનું કેવળજ્ઞાન સ્વરૂપ જ છે, બીજું કશું છે નહીં આ.
વર્તમાનમાં વર્યા કરવું એ જ કેવળજ્ઞાત પ્રશ્નકર્તા આપણા માટે તો હવે વર્તમાન વર્યા જ કરવું એ જ કેવળજ્ઞાનને ?
દાદાશ્રી: હા, કેવળજ્ઞાન, આથી બીજું ના હોય. ભૂતકાળનો ઉપયોગ નહીં, ભવિષ્યકાળનો ઉપયોગ નહીં, વર્તમાનકાળનો ઉપયોગ.
આપણે અક્રમ જ્ઞાન એવું આપ્યું છે કે ભૂતકાળ ભૂલી જાવ. ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં સોંપી દીધો. હવે રહ્યું શું ? કેવળજ્ઞાન સ્વરૂપે ઉત્પન્ન થાય એવું આપણું જ્ઞાન આપેલું છે.
ભૂતકાળ કંઈ ભૂલી જવાય એવો નથી, પણ ભૂતકાળને જુઓ અને જાણો. શું યાદ આવે છે એને જુઓ અને જાણો, એટલે એ ભૂલી ગયા બરોબર. એમ કરતા કરતા ભૂલી જવાય એટલે પછી તમારે મહેનત કરવાની રહેશે નહીં, સહજ ભાવે. ત્યાં સુધી પુરુષે પુરુષાર્થ ને પરાક્રમ ભજવવાના છે.
જોવા-જાણવાતું જ હવે, કેવળજ્ઞાતની ગુફામાંથી
એટલે એ જોવા-જાણવાનું જ છે. બીજું આપણે કરવા જઈએ તોય કશું વળે એવું નથી. તે બીજા ફાંફા છે ખાલી. કારણ કે જૂની આદતો છેને, એ છૂટતી નથી. બાકી આપણું સ્વરૂપ આ જે પ્રાપ્ત થયું છે તે જ સ્વરૂપ