________________
આપ્તવાણી-૧૪ (ભાગ-)
શુદ્ધાત્મા એ તો પદ , એ સ્ટેશન (સ્થાન) છે, યાર્ડની અંદર આવેલું, છેલ્લા સ્ટેશનનું યાર્ડ.
પ્રશ્નકર્તા: બરાબર છે, દાદા. શરૂઆતમાં અમારા માટે શુદ્ધાત્મા પદ, પછી આગળનું પદ કેવળજ્ઞાન સ્વરૂપ આવશે ?
દાદાશ્રી આત્મા પોતે છે કેવળજ્ઞાન સ્વરૂપ. પણ પહેલા ભ્રાંતિ ને એમાંથી કેવળજ્ઞાન સ્વરૂપે બહાર આવવું એ બહુ અઘરું છે. આત્માનો અનુભવ થયા પછી કેવળજ્ઞાન સ્વરૂપ સમજવું, એ જેમ જેમ આગળ જતો જાય, તેમ તેમ એને સમજાતું જાય. બોરીવલીના રસ્તા ઉપર તમે ગયેલા હોય અને કોઈ કહે કે આજ રસ્તે તમે સીધા બોરીવલી જશો તો બોરીવલી તમને દેખાય ખરું? ના! એ તો તમે પહોંચી ત્યારે તમને દેખાય. તમે આત્માના, કેવળજ્ઞાનના રસ્તા પર છો પણ કેવળજ્ઞાન દેખાય નહીં તમને. એ તો જ્ઞાનીને જ દેખાય, એના નજીકમાં છે, નજીકમાં આવેલા છે, એ દેખે કેવળજ્ઞાન સ્વરૂપના ! એ ત્રિકાળ સ્વભાવ છે.
જ્ઞાનનું સ્વરૂપ સમજ્યા પછી એકદમ પ્રવર્તનમાં ના આવે. સમજ્યા પછી ધીમે ધીમે સત્સંગથી જ્ઞાન-દર્શન વધતું જાય અને ત્યાર પછી પ્રવર્તનમાં આવતું જાય. પ્રવર્તનમાં આવે ત્યારે કેવળ આત્મ પ્રવર્તન, એનું નામ “કેવળજ્ઞાન'. દર્શન-જ્ઞાન સિવાય અન્ય કોઈ પ્રવર્તન નહીં, એને કેવળજ્ઞાન” કહેવાય.
કેવળજ્ઞાન એટલે “હું શુદ્ધાત્મા સિવાય બીજું કંઈ નહીં' તેવું શ્રદ્ધામાં આવે, જ્ઞાનમાં આવે ને વર્તનમાં આવે તે કેવળજ્ઞાન.
આત્મા માટે નિઃશંક એ જ કેવળજ્ઞાત ભગવાને શું કહ્યું છે કે જો આત્મા પ્રાપ્ત કર્યો અને તે નિઃશંક થયો આત્મસંબંધમાં, તો એના જેવું કેવળજ્ઞાન દુનિયામાં હતું નહીં પહેલા. એને જ અમે “કેવળજ્ઞાન” કહીએ છીએ. તમે તો આત્મા માટે સંપૂર્ણ નિઃશંક થયા એટલે દાદાના આપેલા જ્ઞાનમાં મસ્ત રહો અને એ જ્ઞાન જ આપણે છીએ. આ (ચંદુ એ) આપણું સ્વરૂપ હોય.