________________ 410 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) જ ! આ જ્ઞાન હું આપું છુંને, તે હાજરી જ ખૂટે છે. બીજું કશું ખૂટતું નથી. આજે અહીં તીર્થકર સાહેબ આવ્યા તો આ તમને બધાને કેવળજ્ઞાન થઈ જાય. કેવળી થઈ જાય એટલે સુધીનું જ્ઞાન હું આપું છું. આ કેવળજ્ઞાન જ તમને આપું છું. હવે તમારે તીર્થકરના દર્શન કરવાના બાકી રહ્યા. અહીં તૈયાર થઈ ગયેલો હોય માલ, દર્શન કરો અને થઈ જાય. તીર્થકરતા માત્ર દર્શને જ, ઊભી થાય છેલ્લી કક્ષા પ્રશ્નકર્તા H આ બધા આપણા મહાત્માઓ જે છે, એ ઉપરની કક્ષાએ પહોંચી શકશે ને ? દાદાશ્રી: એ તો જ્યારે-ત્યારે પહોંચે જ છૂટકો છે, બીજું કશું નહીં. આ કક્ષા ક્યારે મળે, કે તીર્થકરને જુઓ ને દર્શન કરો કે તે કક્ષા થઈ જ જાય. ખાલી દર્શનથી જ કક્ષાઓ ઊભી થાય છે. ઉપરની કક્ષાઓ ખાલી દર્શનથી જ, એમની સ્થિરતા જુએ, એમનો પ્રેમ જુએ, બધી ઊભી થઈ જાય. તે કંઈ શાસ્ત્રની બનાવેલી બનેલી નથી. આ તો જોવાથી જ થઈ જાય છે. હવે છેલ્લું, અત્યારે અહીં તીર્થકર આવે તો તમને બધાને કેવળજ્ઞાન થઈ જાય. એવું બને નહીં અને કેવળજ્ઞાન થાય નહીં, કારણ કે એવો કાળ છે નહીં. ચોથો આરો થાય નહીં ને દહાડો વળે નહીં. પ્રશ્નકર્તા: ત્યાં સુધી બીજનો ચંદ્રમા થાય તોય ઘણું છે. દાદાશ્રી : આ કાળમાં તો પણ ઘણું થઈ ગયું, આ તો અંશ જ બાકી રહ્યું છે. કારણ કે ચિંતા ના થાય તો એ કેવું કેવળજ્ઞાન થયું ? કેટલું બાકી હશે ? પ્રશ્નકર્તા અત્યારે દેહ હોવા છતાં આપણે મુક્તતા અનુભવતા હોઈએ તો મૃત્યુ પામ્યા પછી મોક્ષે જવાય ? દાદાશ્રી : ના, આ કાળે આ ક્ષેત્રે મોક્ષે ના જાય અને સંપૂર્ણ મુક્તિ ના હોય. સંપૂર્ણ મુક્તિ કોને કહેવામાં આવે ? કેવળજ્ઞાનને. કેવળમાં અંશે બાકી હોય એટલી મુક્તિ ઓછી હોય. છતાં મુક્તપણે એનું સુખ તો એને પૂરું વર્તતું હોય. કેવળજ્ઞાન થયા પછી જ સંપૂર્ણ મુક્તિ કહેવાય.