SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ (7.4) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી 411 પ્રશ્નકર્તા એ ચાર અંશની પૂર્તિ માટે મહાવિદેહ ક્ષેત્રમાં જવું પડે કે અહીંયા થાય ? દાદાશ્રી: જવું જ પડે ને ! મહાવિદેહ ક્ષેત્રમાં તો જવું પડશે. કારણ કે અહીંથી સીધું થાય એવું નથી. કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલો મનુષ્ય જોઈએ, એના ખાલી દર્શનથી જ મુક્તિ ! એ છેલ્લા દર્શન કરવાના બાકી રહી ગયા. લોક કહેશે, બધેય જાત્રા ફરી આવ્યા પણ રણછોડજી તો બાકી રહી ગયા, એવું નહીં ? રણછોડજીની જાત્રા પૂરી કરે ત્યારે જાત્રા પૂરી થઈ કહેવાય. એવું અહીં આગળ અમારી પાસે છેલ્લા દર્શન છે, પણ આની આગળ એક દર્શન રહ્યા, જો એ દર્શન થાય તો મુક્તિ થઈ જાય. એ દર્શન અહીં થવાના નથી, આ ભૂમિકામાં નથી. “લોક'ના સર્વે શેયો, દેખાય કેવળજ્ઞાતમાં પ્રશ્નકર્તા : એ ક્ષેત્રે કેવળજ્ઞાન થાય તો આપણને ખબર પડે ? દાદાશ્રી : હા, કેમ ના ખબર પડે ? કેવળજ્ઞાન થાય એટલે આપણને ખબર કેમ ન પડે ? પોતે આખી દુનિયા જોઈ શકે એટ-એટાઈમ. જ્યાં બેસે ત્યાં આખી દુનિયા જોઈ શકે. પ્રશ્નકર્તા બ્રહ્માંડની બધી વસ્તુ કેવી રીતે દેખાય ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે બધા યો દેખાય. પ્રશ્નકર્તા: તીર્થકરો સિદ્ધક્ષેત્રનું જે વર્ણન કરે છે, એ જ્ઞાનીઓને બધું દેખાતું હશે ? દાદાશ્રી : કેવળજ્ઞાન થયા પછી બધું દેખાય. પ્રશ્નકર્તા: કેવળજ્ઞાન એટલે લોકાલોકનું સ્વરૂપ દેખાય એ? દાદાશ્રી : લોકાલોકનું સ્વરૂપ દેખાય એ વાત સાચી છે. લોક અને અલોક, એના ઉપરથી લોકાલોક બન્યું. કોને લોક વિભાગ કહે છે કે જેમાં શેય વસ્તુઓ છે અને અલોકમાં શેય વસ્તુ નથી. અલોકમાં આકાશ એકલું
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy