________________ (7.4) કેવળજ્ઞાનની શ્રેણી ચઢાય, આત્મજ્ઞાન પછી 409 તીર્થરતી ગેરહાજરીએ, અટક્યું કેવળજ્ઞાત હવે એ તમને આપ્યું તે એબ્સૉલ્યુટ જ્ઞાન, તેથી તો બીજે દહાડે પ્રગટે થાય, નહીં તો પ્રગટ થાય નહીં. પણ પચતું નથી આ કાળમાં. એટલે મોક્ષે ના જવાય. પ્રશ્નકર્તા : પાચન થતું નથી, કારણ કે કૅપેસિટી નથી ને આપ્યું તેથી ? દાદાશ્રી : કાળની વિચિત્રતા છે ને કર્મો બહુ છે. એટલે આ કાળના આધારે નિયમ જ એવો છે કે આ કાળમાં પાસ થવાતું નથી, આ કાળમાં છેલ્લી હદે જવાતું નથી. આ કાળની વિચિત્રતા છે આ ક્ષેત્રમાં, તેથી અમારે અટક્યું. પ્રશ્નકર્તા: જ્ઞાન અટકી જાય ખરું એમ ? આ કાળને હિસાબે ? દાદાશ્રી : ના, કર્મો પૂરા થતાં નથી. એવાં ખીચોખીચ કર્મ લાવ્યો છે ને, તે પૂરાં થાય એમ નથી. કારણ કે કોમૅસ કરી કરીને લાવેલો છે. એના કર્મ એટલા બધા છે કે આ જેમ રૂને પ્રેસ કરી કરીને બાંધને ગાંસડી, તે એવા પ્રેસ થયેલા કર્મ છે આ લોકોના. તે સવારના મોટર લઈને નીકળ્યો હોય ને આખો દહાડો મોટરમાં ફરે તોય કર્મ પૂરા થતા નથી તો ચાલીને જાય ત્યારે ક્યારે પૂરા થાય ? નર્યા કર્મોની સિલકો. ઢગલાબંધ લાવ્યો છે કર્મો. એટલા બધા કર્મોનો સજ્જડ ભરાવો છે કે કર્મો પૂરા થાય જ નહીં. હવે જ્યારથી આ જ્ઞાન પ્રગટ થાય ત્યારથી આ જ્ઞાન નિર્વિકલ્પ જ્ઞાન હોવાથી, કેવળજ્ઞાનના અંશો ભેળા જ કર્યા કરે છે. જ્યારે અંશો ભેગા થતા થતા ત્રણસો સાઈઠ અંશ થાય એટલે પૂર્ણાહુતિ થઈ ગઈ, પણ ત્રણસો સાઈઠ અંશ થતા સુધી ટાઈમ લે એવું છે. ઘણા કર્મો બધા ફાવે એવા વીંટીને આવેલા છે, તે હિસાબ તો ચૂકતે કરવો પડશે ને ? અને આ કાળેય તીર્થકરો નહીં ને ! તીર્થકરો હોય ત્યારે તો તીર્થકરને જોતાની સાથે જ સંપૂર્ણ થઈ જાય, ખાલી દર્શન કરતાની સાથે