________________ 364 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) 356 ડિગ્રી તે 360 ડિગ્રીમાં શું ફેર ? પ્રશ્નકર્તા: હવે દાદા જે કહે છે ત્રણસો છપ્પન ડિગ્રી ને ત્રણસો સાઈઠ ડિગ્રીમાં ફરક ક્યાં એ સમજાવો. દાદાશ્રી : અમારું અંશ કેવળજ્ઞાન છે અને ભગવાનનું સર્વાશ કેવળજ્ઞાન છે. પ્રશ્નકર્તા H એ બન્નેનો તફાવત સમજાવો જરા, અંશ કેવળજ્ઞાન અને સંપૂર્ણ કેવળજ્ઞાન. દાદાશ્રી : તીર્થકરોને કેવળજ્ઞાનના બધા અંશોથી કેવળજ્ઞાન થયેલું હોય અને જ્ઞાનીઓને અમુક અંશોથી, બીજા અંશો બાકી રહેલા હોય. રહી બાકી ત્રણ, પણ “સંપૂર્ણ જાગ્રત' એટલે કહે ચાર જ પ્રશ્નકર્તા: દાદાજી, આપ કહો છો ને કે હું ચાર ડિગ્રીએ નાપાસ થયો છું. તો ચાર કેમ કીધી, ત્રણ ના કીધી, પાંચ ના કીધી ? દાદાશ્રી જેટલી હોય એટલી જ કહેવી પડે ને ! કોઈ કહેશે, ભાઈ, મારે ઓગણત્રીસ માર્ક છે, તો ચાર ખૂટ્યા. એવી રીતે મારે ચાર ડિગ્રી ખૂટે છે તે જ હું કહું ને ! પાંચ કહીને મને કોઈ ઈનામ આપવાનું નથી કે ત્રણ કહીને કોઈ લઈ જવાનું નથી. આ તો મારે મારી વાત કરવાની છે. કોઈ ઈનામ-બિનામ કશું આપવાનું છે ? મારે જોઈતું જ નહીં ત્યાં આગળ ! ઈનામ જોઈતું હોય તેને આપે. જો નથી માનનું ઈનામ જોઈતું, નથી વિકારી ઈનામ જોઈતું, નથી લક્ષ્મીનું ઈનામ જોઈતું, તો પછી શેનું ઈનામ હોય ? પ્રશ્નકર્તા અને ખબર તો આપને જ પડેને ? બીજાને કહો તોય શું ખબર પડવાની હતી ? દાદાશ્રી : શું ખબર પડે ? એ તો એને એ જાણવા ખાતર આપણે બોલીએ કે ભઈ, અમે આટલે માર્ક નાપાસ થયા છીએ. જગતના લોકો તો આટલે માર્ક નાપાસ થયા એવું બોલતાય નથીને !