SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ (7.3) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની 365 પ્રશ્નકર્તા : પણ એ ચાર જ માર્ક કેમ કહો છો, પાંચ કેમ નહીં, છ કેમ નહીં કે બે કેમ નહીં ? દાદાશ્રી : પણ ચાર જ, એ મારો હિસાબ કાઢેલો મેં. પ્રશ્નકર્તા : ના, પણ વચ્ચે તો દાદા, તમે કહેતા'તા, હવે ત્રણ રહ્યા ! દાદાશ્રી : ના, એ તો એક હવે ઓળંગવા આવ્યું છે, કહ્યું. અને થઈ ગયું છે, પણ હજુ હું ચારના ચાર જ કહીશ. કારણ કે હજુ કંઈક પેલું જાગી ઊઠે ત્યારે શું કહેવાય ? એટલે આપણે એમાં ખોટ શું છે આમાં, ચારમાં? લખાઈ ગયા છે, છપાઈ ગયા છેને, ચાર ! આપણે એની શું ખોટ છે, હું તો કહું ! પ્રશ્નકર્તા H તમે આ સમજણ બધી પહેલેથી લઈને જ આવેલા ? દાદાશ્રી લઈને. અમે ઊંચેથી આવેલા છીએ, પાછા પડેલા છીએ. પ્રશ્નકર્તા: તમે તો કેટલા બધાને આગળ ઊંચા લઈ જાવ છો ! દાદાશ્રી : એ તમને આજ દેખાયને ! અમે જે જગ્યાએ હતાને, તે જગ્યાએ હવે આવ્યા. અત્યાર સુધી અમે એ જગ્યા પર નહોતા. બહુ પાછા પડેલા. તે ત્યાંથી ચડતા ચડતા ચડતા તો એ ક્રમથી અમારું જ્ઞાનેય ચડતું જોયુંને. અમે કેટલાય ભવથી ચડવા માંડ્યું છે આ. હતા તેની તે જગ્યાએ જવાના. ત્યાંથી જે પડેલા, તે આ સ્ટેજ ઉપરથી અમે પડેલા છીએ. એટલે અમે જોયેલું છે એ. એટલે અમે આગળથી કહીએ કે આવું છે ત્યાં. આ તો સમજાય નહીં એવી વસ્તુ છે. આ બહુ જુદી વાતો છે. ચાર ડિગ્રી કમીએ સમજે બધું, પણ દેખાય નહીં પ્રશ્નકર્તા H તમને ચાર ડિગ્રી ઓછી છે તો કઈ બાબતમાં ? દાદાશ્રી: હા, તે આ દુનિયાદારી બાબતમાં નથી. એ તમારે બધાને કામ લાગવામાં નુકસાન નથી, પણ અમારે જે આગળનું જાણવાનું છે, જે સૂક્ષ્મતમનો અમુક ભાગ જાણવાનો બાકી છે, કે એના આધારે
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy