________________ (7.2) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ તીર્થકર ભગવાનની ૩પપ અને ત્રીજું, એક પ્રદેશ. આ ત્રણેય છે તે કેવળજ્ઞાની જોઈ શકે. જોવું એટલે આપણા લોકો શેને જુએ છે' એવું કહે છે ? આ આંખને દેખાય છે અને કહે છે પણ ના, એ જોવું એટલે અનુભવવું. જોવું-જાણવું એ અનુભવમાં જાય છે. આ જોવું-જાણવું વિભાજન ક્યારે પડે છે કે જ્યારે ઈન્દ્રિયજ્ઞાન થાય છે, એ અધુરપના આધારે. પ્રશ્નકર્તા H અતીન્દ્રિય જ્ઞાનમાં બધું એક સાથે જ થાય ? દાદાશ્રી : બધું સાથે જ થાય. લોકાલોક પ્રકાશક સ્થિતિ, કેવળજ્ઞાનમાં પ્રશ્નકર્તા: દાદા, શાસ્ત્રમાં એક એવું વાક્ય છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિર્મળ આત્મા એકલો પોતાના કેવળજ્ઞાનમાં અનંત પ્રદેશાત્મક લોકાલોકને સમાવી લે છે. દાદાશ્રી : બહુ સુંદર વાક્ય છે. પ્રશ્નકર્તા: બધા જ લોકાલોકને આખો, આત્મા એક જ સમયે જોઈ શકે ? દાદાશ્રી : તેથી અમે કહીએ છીએ ને કે આખા લોકમાં ફેલાય છે. પ્રશ્નકર્તા : આખા લોકમાં ! દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા: એ દાદાને જ્યારે જ્ઞાન થયું ત્યારે આ જ સ્થિતિ હોવી જોઈએ. દાદાશ્રી : ના, એ સ્થિતિ નહોતી. એ સ્થિતિથી થોડી ઓછી હતી. જે ચાર ટકા ઓછા હું કહું છું ને, તે સ્થિતિ હતી. શૈલેષીકરણ ક્યિા પછી, પહોચે સિદ્ધક્ષેત્રે પ્રશ્નકર્તા : શૈલેષીકરણ વખતે પ્રદેશોને સ્થિર કરે એટલે શું ? શૈલેષીકરણમાં શું કરે એ લોકો ?