SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ 354 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દેખાય. ઈન્દ્રિયગમ્ય હોય તો દેખાયને ? એ ત્યાંથી તમારે બંધ રાખવું પડશે. કારણ કે મૂળ વસ્તુ તો દેખાય એવી છે નહીં. એ જ્ઞાનીઓ એકલાને જ સમજાય. એય કેવળજ્ઞાનમાં હજુ મારેય થોડા વખત પછી જાણવાનું. તે આ પરમાણુ તો અમારાથી જોઈ શકાય નહીં, કોઈ પણ પ્રકારે ! કેવળજ્ઞાની એકલા જ જોઈ શકે, બીજું કોઈ જોઈ શકે નહીં ! એ કેવળજ્ઞાની એટલે એબ્સોલ્યુટ થયેલા હોય, સંપૂર્ણ એબ્સોલ્યુટ. હું પણ એબ્સોલ્યુટ થયેલો પણ સંપૂર્ણતા નથી આ. જો સંપૂર્ણ એબ્સોલ્યુટ થાય ત્યારે એ સંપૂર્ણ જાણી શકે કે આ પરમાણુ શું છે ! બાકી એ પરમાણુ તો સૂક્ષ્મતમ છે. સૂક્ષ્મતમ એટલે એને ચર્મચક્ષુથી દેખી ના શકાય. મૂળ પરમાણુ દેખી ન શકાય એવા છે, પણ આ સ્વભાવે રૂપી છે. એને કેવળજ્ઞાનથી દેખી શકાય. પ્રશ્નકર્તા: પણ પુદ્ગલ જેને આપણે પ્યૉર (શુદ્ધ) પરમાણુ કહીએ છીએ એ અરૂપી નથી ? દાદાશ્રી : એ પરમાણુ તો આમ અરૂપી ખરું, પણ કેવળજ્ઞાને કરીને રૂપી છે. એ કેવળજ્ઞાનમાં દેખાય. એટલે આપણી ચક્ષુ ઈન્દ્રિયથી ન દેખાય. જ્ઞાનીને રૂપી ભાસે એટલે આમ દેખાય નહીં, પણ દર્શનમાં આવે. એ પરમાણુ જ્યારે દેખાય ત્યારે કેવળજ્ઞાન થાય. પરમાણુ - સમય - પ્રદેશને જુએ-જાણે કેવળજ્ઞાની પ્રશ્નકર્તા : પછી બીજું ? દાદાશ્રી : કાળાણ જોઈ શકે છે, સમયને. સમય એટલે કાળનો અવિભાજ્ય અંશ. આ પળ એ વિભાજ્ય છે. જેનું વિભાજન થઈ શકે એવી પળ છે પણ સમય એ અવિભાજ્ય છે. આ રૂપી તત્ત્વમાં નાનામાં નાનું પરમાણુ, એવું આ કાળ તત્ત્વ છે ને, એનો નાનામાં નાનો ભાગ કર્યો તે સમય. પણ એ ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. આપણે પળ સુધી પહોંચી શકીએ છીએ. પળનો તો બહુ નાનો ભાગ થાય સમય તો. સમયના બે ભાગ પડે નહીં પછી.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy