________________ ૩પ૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૩) દાદાશ્રી : શૈલેષીકરણ એટલે પોતાને સાવ જુદો જ દેખાડે. એ શૈલેષીકરણ ક્રિયા બહુ ઊંચી જાતની છે. એ સમજવી બહુ અઘરી પડે એવી છે. એ અમને સમજાય ખરી પણ સમજાવવી અઘરી પડે એવી છે. પ્રશ્નકર્તા પ્રદેશોને સ્થિર કરે ? દાદાશ્રી : હા, પ્રદેશોને સ્થિર કરે. એટલાથી નહીં, એ બહુ જુદી ક્રિયા છે. એના જે પોતાના પ્રદેશો છે સાથે, બધે પોતે પોતાને તદન જુદો કરી નાખે. ત્યાં સુધી અત્યારે ઓતપ્રોત દેખાય. ભગવાન ફરતા હોય ત્યારે ઓતપ્રોત હોય. શૈલેષીકરણ ક્રિયા મોક્ષે જવાના છેલ્લા વખતે જ હોય. એ જ્યારે એમ લાગે કે હવે આ દેહ છૂટવાની તૈયારી છે, તે વખતે શૈલેષીકરણની ક્રિયા એની મેળે કુદરતી જ થાય છે. કરવી નથી પડતી, કર્તા ભાવ હોતો જ નથી, એની મેળે જ થાય છે. પછી એ આત્મા સિદ્ધક્ષેત્રમાં બિરાજે છે. પ્રશ્નકર્તા : દરેક કેવળજ્ઞાનીઓને થાય ને ? દાદાશ્રી : દરેક કેવળજ્ઞાનીને શૈલેષીકરણ ક્રિયા સરખી થાય.