SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ (7.2) વિશેષ સમજણ કેવળી-સર્વજ્ઞ-તીર્થંકર ભગવાનની 327 શક્તિમાં ફેર રહેલો છે. આત્મજ્ઞાન થયું એને શ્રદ્ધામાં હોય છે પણ સંપૂર્ણ પ્રવર્તનમાં હોતું નથી, જ્યારે કેવળજ્ઞાનમાં સંપૂર્ણ પ્રવર્તનમાં છે. એક ઘેરથી આત્મજ્ઞાનવાળો નીકળ્યો અને બીજો કેવળજ્ઞાની (ડસ્ટિનેશન) પહોંચ્યો. ગાડી એની એ જ છે ને ! પ્રશ્નકર્તા H લાયક સમ્યક્ત અને કેવળજ્ઞાન એ બેમાં ફરક શું છે? દાદાશ્રી : ક્યાં ક્ષાયક સમતિ અને ક્યાં કેવળજ્ઞાન ? લાયક સમકિત કેવળજ્ઞાન કેવું હોય એ સમજે, પણ કેવળજ્ઞાનનો અનુભવ ના થાય. કેવળજ્ઞાન પ્રકાશે નહીં. શ્રુતકેવળી આત્મજ્ઞાને છૂટો, નહીં તો એ મજૂર પ્રશ્નકર્તા: તો દાદા, શ્રુતકેવળી જે કહે છે તે કોણ ? દાદાશ્રી : શ્રુતજ્ઞાન, એની છેલ્લી દશા એ શ્રુતકેવળી કહેવાય. શ્રુતકેવળી એટલે જેને આ તમામ શાસ્ત્રોનું જે રહસ્ય છે તે પોતાનામાં બધું આવી ગયેલું છે, ફિટ થયેલું છે. શ્રુતકેવળીને બધા જ શાસ્ત્રો મોઢે હોય. બધા જ શાસ્ત્રો ધારણ કર્યા હોય, ભણ્યા હોય, જેણે જાણવાનું બધું જાણી લીધું હોય એ શ્રુતકેવળી. પ્રશ્નકર્તા : જાણવા જેવું બધું જાણી લીધું ? દાદાશ્રી : હા, બધું જાણી લીધું છે. અને આ લોકો શાસ્ત્રજ્ઞાનને શ્રુતકેવળી કહે છે, અને ભગવાને મોક્ષનું જે બધુંય જ્ઞાન આપ્યું છે તે યાદ રહે તેને શ્રુતકેવળી કહ્યા છે. પ્રશ્નકર્તા = કેવળી ભગવાનનું વાક્ય કાને સાંભળ્યું હોય તેને શ્રુતકેવળી કહીએ આપણે ? દાદાશ્રી : ના, તેને નહીં, કેવળી ભગવાનના વાક્ય તો બહુ જણાએ સાંભળેલા છે. ભગવાનનું સાંભળેલું તો બહુ માણસ અહીંયે હાજર છે, પણ એ ના કહેવાય. ભગવાનનું આખું શ્રુતજ્ઞાન જેને હાજર છે અને તે આત્મા પ્રગટે એવું છે એ શ્રુતકેવળી. શ્રુતકેવળી એટલે જે
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy