________________ 328 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) ભગવાનનું શ્રુતજ્ઞાન છે તેમાંથી કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એટલે આત્મજ્ઞાનેય થઈ ગયું તો એ છૂટો અને ના થયું તો પછી એ મજૂર થયો. આત્મા ન જાણ્યો ત્યાં સુધી મજૂરમાં ને આગમો પૂરા કરનારમાં ફરક નથી. આગમો પૂરા વાંચ્યા અને ધારણ કરેલા છે એ પણ શ્રુતકેવળી ન કહેવાય. એ મનનો મજૂર છે, પેલો દેહનો મજૂર છે. ભગવાન શું કહે છે કે મજૂર માથે શાસ્ત્રોનો ભાર ઉપાડે અને તમે મનમાં શાસ્ત્રોનો ભાર ઉપાડો છો, બસ એટલો જ ફરક છે. બધા આગમો જાણ્યા છતાં સાચા શ્રુતકેવળી ન કહેવાય, કારણ કેવળીને જ્ઞાનની ભાષામાં શ્રુતકેવળી કહે એક જ સ્વચ્છેદે, થાય તાશ થુતકેવળજ્ઞાતતો પ્રશ્નકર્તા: લોકો જેને શ્રુતકેવળી કહે છે અને સાચા શ્રુતકેવળી છે એમાં શું ફરક? દાદાશ્રી : લોકભાષામાં શ્રુતકેવળી કોને કહેવાય ? જેમ આપણને આ આત્માનું કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એવું શાસ્ત્રનું કેવળજ્ઞાન, શાસ્ત્ર રીતે, શાબ્દિક રીતે, અનુભવરૂપે નહીં અને આપણું અનુભવરૂપે હોય. જોયેલું તો જતું રહે, જ્યારે અનુભવ તો અનંત અવતાર સુધી રહે. શાસ્ત્રો વાંચીને પ્રાપ્ત કરેલો આત્મા તો જતો રહેશે, જ્યારે અનુભવેલો ક્યારેય નહીં જાય. લોકભાષાના શ્રુતકેવળીથી આપણું આ પદ ઘણું આગળ. કારણ કે પેલું શબ્દમાં રહ્યું છે શ્રુતકેવળી, ભાવમાં નથી આવતું અને અમારી વાત વેદથી બહારની વાત છે અને અનુયોગોની બહારની વાત છે, મૂળ વસ્તુ છે. અહીં બધા ભેગા થાય. જ્યાં આગળ અવક્તવ્ય ને અવર્ણનીય વાત હોય, ત્યાં બધા નાતના ભેગા થઈ શકે. તેમાં નાત-જાત ના હોય. જ્યાં સુધી શબ્દનો સંગ છે ત્યાં સુધી જુદા હોય. વેદવાળાય જુદા હોય અને અનુયોગવાળાય એ જુદા હોય. એટલે આ શબ્દથી પર વસ્તુ છે. શ્રુતજ્ઞાન ખરા શ્રુતકેવળી પાસે સાંભળવાથી મળે. આ પુસ્તકોમાં