________________ (3) મતિજ્ઞાન 2 27 પ્રશ્નકર્તા : ઉપાદાનનું કારણ ? દાદાશ્રી : શ્રુતજ્ઞાન. પ્રશ્નકર્તા સુશ્રુત કહ્યું, કુશ્રુત નહીં. દાદાશ્રી : હા. સાંભળેલું, કહેલું, વાંચેલું એ બધામાંથી જે સાર જડ્યો હોય તે ઉપાદાન. જે વખતે જે નિમિત્ત મળે ત્યારે એ ઉપાદાન પાછું વધ્યા કરે. એ શેના જેવું છે ? શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન, એમાં ઉપાદાન એ મતિજ્ઞાન છે, નિમિત્ત શ્રુતજ્ઞાન છે. પ્રશ્નકર્તા : નિમિત્ત શ્રુતજ્ઞાન કે.. દાદાશ્રી : એ તો આપણે દાખલો આપીએ છીએ કે ખરી રીતે આ નહીં, ખરી રીતે મેં સમજણ પાડી છે તે જ. શ્રુતજ્ઞાન ના હોય તો પેલું નિમિત્ત વધે નહીં. પછી ત્યાંથી જ્ઞાન વધે નહીં. એ શ્રુતજ્ઞાન જે સાંભળ્યું તે પોતાને પરિણામ પામે ને એ બીજાને કહે ત્યારે એનું મતિજ્ઞાન કહેવાય એનું એ જ. એવી રીતે છે આ. એટલે હંમેશાં શ્રુતજ્ઞાન હોવું જ જોઈએ. પ્રશ્નકર્તા : પણ આધ્યાત્મિક સંબંધનું ? દાદાશ્રી : સુશ્રુત. પ્રશ્નકર્તા: સુશ્રુત એટલે આ આત્મા સંબંધનું જ વાંચન હોવું જોઈએ એમ ? દાદાશ્રી : આત્મા સન્મુખની વાતો, ધર્મ સંબંધી નહીં, આત્મા સંબંધી. પ્રશ્નકર્તા : પણ પછી સુશ્રુત એટલે કે શ્રુતજ્ઞાન છે એ પરિણામ પામે ત્યારે ઉપાદાન જાગૃતિ ઉત્પન્ન થાય કે મતિજ્ઞાન ? દાદાશ્રી : મતિજ્ઞાન એ જ ઉપાદાન જાગૃતિ. પ્રશ્નકર્તા એ જ ઉપાદાન જાગૃતિ ! દાદાશ્રી અને જે શક્તિ ફુરણા થઈ તે ઉપાદાન બધું. એ જેટલી