________________ 226 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) થવું એનું નામ કેવળજ્ઞાન. એવો નિયમ જ છે કે નવાણું એ મતિ કહેવાય અને સોનું કેવળ કહેવાય. એટલે મતિજ્ઞાનનો સરવાળો પૂરો થાય એટલે કેવળજ્ઞાન થાય. પ્રશ્નકર્તા H મતિજ્ઞાન ને કેવળજ્ઞાનનો એ ભેદ બરોબર છે. દાદાશ્રી : એ તો મતિજ્ઞાનનું જ કેવળજ્ઞાન થાય છે છેલ્લે, પણ વાત સમજે તો ને ! પ્રશ્નકર્તા H ભગવાન મહાવીરને આ મતિજ્ઞાનથી કેવળજ્ઞાન થયું હશેને ? દાદાશ્રી : હા, મતિજ્ઞાનમાંથી કેવળજ્ઞાન. એમને જન્મથી જ ત્રણ જ્ઞાન હતા, મતિ, શ્રત ને અવધિ. સંસારનો વ્યવહાર છૂટ્યો, તરત ચોથું જ્ઞાન ઊભું થયું, મન:પર્યવ. મતિજ્ઞાત એ ઉપાદાન જાગૃતિ પ્રશ્નકર્તા : પેલી વાત બહુ સારી નીકળી'તી ઉપાદાન જાગૃતિની. ભ્રાંતિ છે કે અભ્રાંતિ છે એ સમજવા માટે બુદ્ધિની જરૂર તો ખરીને ? તો કહે કે ના, એ ઉપાદાન જાગૃતિથી સમજાય. દાદાશ્રી : બુદ્ધિ એ જ ભ્રાંતિ. પ્રશ્નકર્તા આપે એવું કહ્યું કે બુદ્ધિથી જ બ્રાંતિ ઉત્પન્ન થાય છે. દાદાશ્રી : સાચી વાત છે, ભ્રાંતિ બધી એનાથી જ ઉત્પન્ન થાય છે. પ્રશ્નકર્તા એટલે ભ્રાંતિ અને અાંતિનો ભેદ પાડવા માટે બુદ્ધિ કામ જ ના લાગે ? દાદાશ્રી : આ ઉપાદાન કામ લાગે. પ્રશ્નકર્તા: એ આજે નવી વાત નીકળી, દાદા. આજે નવી રીતે કહ્યું આપે. દાદાશ્રી : ના, હવે એ કહેલું જ હોય, પણ તે રીત ફેરફાર હોય.