________________ 228 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) શક્તિ ફુરણા થઈ, પ્રગટ થઈ, પ્રાગટ્ય થયું એટલું ઉપાદાન પૂર્ણ પ્રાગટ્ય થતાં સુધી એ ઉપાદાન રહે અને પૂર્ણ પ્રગટ થાય એટલે કેવળજ્ઞાન થયું. એ પ્રેમ, આરાધત પરિણમે મતિજ્ઞાતમાં પ્રશ્નકર્તા : આ શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન એ બન્નેની વચ્ચે કેટલું અંતર રહે છે ? દાદાશ્રી: એ તો પરિણામ પામે, નિયમ જ છે. શ્રુતજ્ઞાન પ્રગમ્યા વગર રહે નહીં જ્યારે ત્યારેય, ઈચ્છા છે તો. ઈચ્છા ના હોય તો પરિણામ પામે જ નહીં, પ્રગમે નહીં. પોતાની ઈચ્છા છે કે “આ શ્રુતજ્ઞાનનું ફળ આગળ મારે જોઈએ છે,” તો એ મતિજ્ઞાનમાં પરિણામ પામે, નહીં તો મતિજ્ઞાન થાય નહીં. ખાલી શોખની ખાતર વાંચતો હોય, સાંભળતો હોય તો એમાં ભલીવાર ના આવે. તો શ્રુતજ્ઞાનનું ફળ મતિજ્ઞાન છે અને મતિજ્ઞાનનું ફળ શ્રુતજ્ઞાન છે. એમ કાર્ય-કારણ છે બેઉ, શ્રુતજ્ઞાન ને મતિજ્ઞાન. જે શ્રુતજ્ઞાન છે તે પ્રેમપૂર્વક આરાધના કરવામાં આવે છે એનું મતિજ્ઞાન થયા વગર રહેતું નથી. અને જે શોખની ખાતર આરાધન કરે છે અગર તો સમાજના ભયની ખાતર આરાધન કરે છે, એમાં કશો અર્થ જ નથી. તે ટાઈમ પસાર કરવા માટે આરાધન કરે છે. પ્રવચન સાંભળવા નથી જતા લોકો ? નીચે ઊતરીને આમ આમ કરે છે ને, ઝટ ? પ્રેમથી આરાધન કરવાનું. શ્રુતજ્ઞાન પ્રેમથી આરાધન કરે એટલે બધું જ જ્ઞાન થાય, સર્વસ્વ જ્ઞાન પરિણામ પામે. હું જાણું છું'થી જે આરાધે, બને શ્રુત-મતિ પોઈઝનસ પ્રશ્નકર્તા: આમાં શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને કેવળજ્ઞાન, આ જે છે એમાં અનુભવજ્ઞાન ક્યાં આગળ કેવી રીતે કામ કરતું હોય છે ? દાદાશ્રી : શ્રુતજ્ઞાન એટલે થિયરેટિકલ જ્ઞાન અને અનુભવ એટલે પ્રેક્ટિકલ જ્ઞાન. હવે એ બેને લેવાદેવા શું છે તે ? જ્ઞાન બન્નેમાં સરખું