SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (5) નિશ્ચેતન ચેતન 143 લોકો તો જ્યાં છે ત્યાં આત્મા ખોળતા નથી અને જ્યાં નથી ત્યાં આત્મા ખોળે છે ને તે ખોટાય નથી, કારણ કે તેઓ જ્યાં ખોળતા હોય છે એ નિચેતન ચેતન છે અર્થાત્ એમનામાં લક્ષણ હોય પણ આબેહૂબ ચેતન ના હોય. નિશ્ચેતન ચેતન એટલે ચેતનનો ગુણધર્મ એક નહીં પણ લક્ષણ એક જેવા દેખાય, એટલે તે નિચેતન ચેતનને તે પોતે જ છે એમ માને છે. પોતે ન્યાયાધીશ, પોતે વકીલ, પોતે વાદી અને પોતે પ્રતિવાદી હોય તેવું આ જગત ચાલે છે. આ લોકો માને છે કે હાલવું, ચાલવું, બોલવું, મોઢા પર હાવભાવ દેખાડવા એ બધા ચેતનના લક્ષણ છે. કારણ કે મર્યા પછી હાલતું ચાલતું નથી તેથી હાલતા-ચાલતાને ચેતન માને છે, પણ એ તો નિચેતન ચેતન છે. જ્ઞાનીઓ જ જાણે કે ચેતનના ગુણધર્મ ક્યા અને નિચેતન ચેતનના ગુણધર્મ કયા? ભ્રાંતિથી જે કહે છે કે “મેં આ કર્યું, તે કર્યું, સંસાર ત્યાગ્યો એ બધાય નિચેતન ચેતનના ગુણ છે, દેખાતું ચેતન લાગે છતાં ! માટે જ અમે કહીએ છીએ કે એ નિશ્ચેતન ચેતન” છે. ચંચળ નિશ્ચતત ચેતત તા થાય સ્થિર કદી પ્રશ્નકર્તા: આપણી અંદર જે સભાન અવસ્થા રહેલી છે, જે સારુંનરસું દેખાડે છે તેને ચેતન કહેવાય ? દાદાશ્રી : ના, એ તો બધું નિશ્ચેતન ચેતન છે, એ ચેતન છે જ નહીં. તેથી જ હું કહું છું ને કે ચેતન જાણવું એ તો મહા મહા મુશ્કેલીના ખેલ છે. આ જે જાણ્યું છે ને, એ તો “નિશ્ચેતન ચેતન” છે, એ દરઅસલ ચેતન નથી. કેટલાક આને સ્થિર કરે છે. અલ્યા, શું કરવા સ્થિર કરે છે ? તું મૂળ સ્વરૂપને ખોળી કાઢને ! મૂળ સ્વરૂપ સ્થિર જ છે. આ પાછું આને સ્થિર કરવાની ટેવ શું કરવા પાડે છે? આ નિશ્ચેતન ચેતન તો મૂળથી જ ચંચળ સ્વભાવનું છે. મિકેનિકલનો અર્થ જ ચંચળ થાય. આ ચંચળને સ્થિર કરવા ફરે છે, તે કેટલો ઊંધો રસ્તો લોકોએ પકડ્યો છે ! તેથી તો અનંત અવતારથી ભટક ભટક કરે છે !
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy