SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 142 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) ગુણે કરીને વિશ્વેતા, લક્ષણે કરીને ચેતન આ શુદ્ધાત્મા સિવાય બધું મહીં મિકેનિકલ છે અને નિશ્ચેતન ચેતન છે. નિચેતન ચેતન છે એ ચેતન જ નથી. ચેતન જેવા બધાં લક્ષણ દેખાય પણ ગુણધર્મ ના હોય. ગુણધર્મ એને એકુંય ના દેખાય. જેમ આ સોનું ને પિત્તળ હોય, તે લક્ષણ બધા સરખા દેખાય ? સોનાને અને પિત્તળને બેઉને છાશમાં નાખે તો પિત્તળને કાટ ચઢી જાય અને સોનું એમને એમ જ રહે. આ પિત્તળના લોટાને સરસ અજવાળીએ તો સોના જેવો દેખાય કે ના દેખાય ? અને જ્યારે વેચવા જઈએ ત્યારે શું ઉપજે ? કંઈ નહીં. તેમ લક્ષણ સરખા હોય પણ ગુણધર્મ ના દેખાય તે શું કામનું? ગુણધર્મ વગરની વસ્તુ એક્સેપ્ટ કરાય નહીં. આ બધાય મનુષ્યો ચેતનવાળા છે પણ તે નિચેતન ચેતન છે. જેમ ગીલેટિયા સોનાના લક્ષણ દેખાય પણ તેમાં સોનાના ગુણધર્મ ના હોય, એવી રીતે આ મનુષ્યોમાં ચેતનના લક્ષણ દેખાય છે પણ ગુણધર્મ નથી, તેથી નિક્ષેતન ચેતન કહેવાય. આત્મા સ્વ-સ્વભાવિક ગુણધર્મવાળો છે. દરેક વસ્તુ તેના ગુણધર્મથી ઓળખાય. નિચેતન ચેતન એટલે કે ગુણોએ કરીને નિચેતન અને લક્ષણે કરીને ચેતન. કોઈ પૂછે કે દાન આપવાનો વિચાર આવે છે તે ચેતન ના કહેવાય? ના, વિચાર એ ચેતન ગુણ નથી. એ વિનાશી છે. નિરંતર સાથે રહેનારું એક પણ લક્ષણ હોય તો તે ચેતન છે. નિશ્ચેતન ચેતનના બધા જ લક્ષણ વિનાશી છે અને ચેતનના બધા જ લક્ષણ અવિનાશી છે. આત્માનો એક ગુણ વધઘટ ના થાય ને નિશ્ચેતન ચેતનના ગુણ વધઘટ થાય. મનુષ્યોમાં ચેતન જેવા લક્ષણો છે પણ છે નિશ્ચેતન ચેતન. તે લક્ષણોને લઈને જગતના સાધુ-આચાર્યો બધા એમ જાણે કે “હું આ આત્મા છું. આટલી ભાવના તો આત્માની હોવી જ જોઈએ ને, કહેશે. હવે એ જેને આત્મા માની રહ્યા છે, તેને હું કહું છું કે એ તો નિશ્ચેતન ચેતન છે.
SR No.030076
Book TitleAptavani Shreni 14 Part 03
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2013
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy