________________ 144 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) નિશ્ચેતન ચેતનતી માયાએ મૂંઝાયું જગત પ્રશ્નકર્તા H એને નિશ્ચેતન ચેતન કેમ કહ્યું? દાદાશ્રી : નિચેતન એ ચેતનનું વિશેષણ છે, લંદ નથી. ચેતનભાવને પામેલું છે, ચાર્જ થયેલું છે, મિકેનિકલ ચેતન છે. એને નિશ્ચેતન ચેતન એટલા માટે કહેવું પડે છે કે છે જડ છતાં હાલ-ચાલે છે. માટે લોકો શું કહે છે એને જડ કેમ કહેવાય ? કારણ કે બધું હાલે છે, ચાલે છે, મોટા વકીલો જજમેન્ટ આપે છે, કેસ ચલાવે છે, આ લોકો વાદી-પ્રતિવાદી પોતે ચેતન છે' એમ માને છે. એટલે ચેતન દેખાય છતાં રિયલી (ખરેખર) છે જડ. આ નિશ્ચેતન ચેતન એ માયા છે, માયાવી વસ્તુ છે. માટે જગત એ માયામાં મૂંઝાયું છે. ચેતન જેવો જ દેખાવ કરે છે બધો જ. એટલે બધા, નિશ્ચેતન ચેતનને જ ચેતન માને છે. એ એક જાતનું ચેતન જ છે ને ! હાલતું-ચાલતું થાય એટલે ચેતન નહીં પણ નિશ્ચેતન ચેતન. ખરું શુદ્ધ ચેતન નથી એ. આ તો ચેતનની અસર છે. આ નિચેતન ચેતન છે તે ચેતન જેવું ભડકાવે છે. એક રૂમમાં ઉપર-નીચે ચોતરફ અરીસા ગોઠવ્યા હોય ને એમાં આંખો બંધ કરીને પેસે તો તેને કશી જ અસર ના થાય, પણ જોતા જોતા પેસે તો એ બધું તેને ભાતભાતનું દેખાય. એટલે ભાતભાતની અસરો થાય, એટલે ચાર્જ થાય. આ જે ચાર્જ થયેલું હોય તે ડિસ્ચાર્જ થાય છે. તે ડિસ્ચાર્જ એ ચેતન નથી, એ માત્ર નિશ્ચેતન ચેતન છે. પ્રશ્નકર્તા H એકલો આત્મા જ ચેતન છે ? દાદાશ્રી : એકલો આત્મા જ ચેતન છે અને જીવાત્મા નિચેતન ચેતન છે. જે ના જ્ઞાન-દર્શન, તો એ નિશ્ચેતન ચેતન એ નિશ્ચેતન ચેતનના આ શરીરમાં ગુણો છે. ગિલોડી (ગરોળી)ની