________________ 139 (4) મિશ્ર ચેતન દાદાશ્રી : મિશ્ર ચેતન તો ક્રિયાકારી, કરે અને ભોગવે, બન્ને કરે. પ્રશ્નકર્તા : એ જીવતો અહંકાર છે ! દાદાશ્રી : હા, એ ઊડી ગયું આખું. તમારું મિશ્ર ચેતન ઊડી ગયું છે. નિચેતન ચેતન એકલું જ રહ્યું છે. વચલી જે પાર્ટી હતી એ ઊડી ગઈ આખી. વચ્ચેની ફાચર ઊડી ગઈ. બેની વચ્ચેનો જે સાંધો મેળવી આપનારી ફાચર હતીને, જે ક્રિયાકારી ફાચર હતી તે ઊડી ગયેલી છે. પ્રશ્નકર્તા: હવે નિચેતન ચેતન-મડદું અને આત્મા જ રહ્યાં બાકી. દાદાશ્રી : તમે શુદ્ધાત્મા ને બીજું મડદું. બસ, એટલું જ રહ્યું. મમતાથી મારીને, જીવતા કર્યા જ્ઞાતીએ આપણામાં અહંકાર મરેલો છે, ડિસ્ચાર્જ અહંકાર. અહંકાર છે પણ ડિસ્ચાર્જ. પ્રશ્નકર્તા H જીવતો નથી ? દાદાશ્રી : જીવતો નથી. જીવતો માણસ હોય અને પાછો જાગતો હોય રાતે અને ક્રોકરીના વાસણો ફૂટી ગયા, બસો-પાંચસોના તો શું થાય ? જીવતો-જાગતો ને જ્ઞાન મળેલું ના હોય. શું થાય એને ? પ્રશ્નકર્તા: કઢાપો-અજંપો. દાદાશ્રી : ઊંઘ જ ના આવે એને. પ્રશ્નકર્તા H ઊંઘ જ ના આવે, બરાબર છે. દાદાશ્રી : અને જેણે તોડી નાખ્યા હોયને, એનું નામ દે તો વઢવાડ થાય. એટલે મનમાં ને મનમાં કચવાયા કરે. આ ક્યાંથી મૂઓ, આ મારી જોડે મૂઓ ! આવો છોકરો કંઈ પાક્યો ? બોલવા જાય તો વઢવાડ થાય. બોલાયે નહીં ને આખી રાત કચવાયા કરે. હવે એ ઊંઘતો હોય તો ? સવારમાં ઠીકરાને બધા દૂર નાખી આવે, તો ચાલે કે ના ચાલે ?