________________ 140 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) પ્રશ્નકર્તા : ચાલે, ખબર ના પડે. એની ઊંઘે પૂરી થઈ જાય ને ઠીકરાય ઠેકાણે થઈ જાય. દાદાશ્રી : અને જો એ મરેલો હોય તો ? પ્રશ્નકર્તા: મરેલો હોત તો પછી કાંઈ એને કશું રહ્યું જ નહીં, દાદા ! દાદાશ્રી : અને મરેલો થઈને જીવતો હોય તો? મર્યા પછી જીવે છે? પ્રશ્નકર્તા: એ તો જ્ઞાની, અમર થઈ ગયો ! દાદાશ્રી : ના, મર્યા પછી જીવતો હોય તે જુએ-જાણે બસ એટલું જ. પછી મમતાથી મરી ગયો. પ્રશ્નકર્તા H અમે મરી ગયેલા જ છીએને, દાદા ? દાદાશ્રી : તમને મારીને જીવતા કર્યા છે મેં. નિર્દોષ દષ્ટિ, મિશ્ર ચેતતથી છૂટવાતી ચાવી કોઈનો દોષ જોશો જ નહીં. મને કોઈનો દોષ દેખાતો નથી આખા જગતમાં. તમનેય દોષ ના દેખાવો જોઈએ. જ્યારે દોષ ના હોય ત્યારે જ દાદા કહેને કે ભઈ, દોષ નથી જગતમાં કોઈનોય. તે તમનેય નિર્દોષ દેખાવું જોઈએ. પછી વઢવઢા થતી હોય એ વાત જુદી છે પણ દેખાવો જોઈએ નિર્દોષ. પ્રશ્નકર્તા H દૃષ્ટિ નિર્દોષની હોવી જોઈએ. દાદાશ્રી : નિર્દોષ દૃષ્ટિ એ પ્રજ્ઞાનો ગુણ છે અને દોષિત દૃષ્ટિ એ મિશ્ર ચેતનનો ગુણ છે. માટે મિશ્ર ચેતન તમારું ઊડાડી મેલ્યું છે ને પાછું ફરી ઊભું ના થાય તમારે. નિશ્ચેતન ચેતન ભલેને લડે પણ તોય દૃષ્ટિ નિર્દોષ, કે ભઈ, કર્મના ઉદયના આધીન, એમાં એનો શો દોષ ? લઢેવઢે છે તોય તે કર્મના ઉદયને આધીન લડે છે. એનો પોતાનો આજનો દોષ નથી એ. એટલે નિર્દોષ દૃષ્ટિએ જોયું.