________________ 138 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) નિક્ષેતન ચેતન એ ચેતન નથી. ચેતન જેવું દેખાય છે પણ ચેતન નથી. મિશ્ર ચેતનમાં ચેતન જેવું દેખાય છે પણ ચેતન છે મહીં, મિલ્ચર તરીકે. આમાં તો ચેતન જ નથી. ઊડ્યું મિશ્ર ચેતન, રહ્યું શુદ્ધ ને વિશ્વેતન ચેતન આ તમને જ્ઞાન આપ્યા પછી તમારો અહંકાર શેકેલા બી જેવો હોય. તે એ બધું અચેતન-ચેતન. પણ જે ઊગી શકે એવું હોય અહંકાર, તે મિશ્ર ચેતન. ક્રમિક માર્ગમાં એક શુદ્ધ ચેતન હોય અને એક મિશ્ર ચેતન હોય. અને આપણે અહીં અક્રમમાં મિશ્ર ચેતન હોય ખરું પણ એ જ્ઞાન પછી કામ ના કરે અને ત્રીજું, નિશ્ચેતન ચેતન હોય. શુદ્ધ ચેતન, મિશ્ર ચેતન અને નિશ્ચેતન ચેતન બહાર જગતને છે. તમારે શુદ્ધ ચેતન અને નિચેતન ચેતન બે જ છે. પ્રશ્નકર્તા H એટલે મિશ્ર ચેતન નહીં પણ નિચેતન ચેતન છે ? દાદાશ્રી : હા, નિશ્ચેતન ચેતન છે. હરે, ફરે, કામ કરે, બોલે, હેંડ, ચિઢાય, ગુસ્સો કરે, સ્વાદ કરે, બધું કરે પણ તે નિશ્ચેતન ચેતન છે. એમાં ચેતન બિલકુલેય નથી. મિશ્ર ચેતનમાં (બિલીફ) ચેતન છે. એ બીજી ક્રિયા કરી શકે, આ નિશ્ચેતન ચેતન બીજી ક્રિયા ન કરી શકે. જે ડિઝાઈન છે, એ ડિઝાઈન પ્રમાણે જ ફરે. આ ડિઝાઈનની બહાર ના જઈ શકે અને મિશ્ર ચેતન અજ્ઞાન દશામાં ડિઝાઈનની બહાર ફેરવી નાખે. પ્રશ્નકર્તા: શુદ્ધ ચેતન એનું એ જ ? દાદાશ્રી : હા, અને તમારે નિશ્ચેતન ચેતન જોડે કામ લેવાનું છે, તે એની મેળે જોયા કરવાનું છે બસ. કારણ કે એ પોતે જ નિશ્ચેતન ચેતન છે. લક્ષણ ચેતન જેવા દેખાય પણ ચેતન નામેય નથી એમાં, મડદું કહે તો ચાલે. તમારે હવે શુદ્ધાત્મા સિવાય બીજો ભાગ રહ્યો એ બધો નિચેતન ચેતન. મિશ્ર ચેતન ઊડી ગયું. પ્રશ્નકર્તા : મિશ્ર ચેતન ઊડી ગયું, નિશ્ચેતન ચેતન રહ્યું.