________________ (4) મિશ્ર ચેતન 127 દાદાશ્રી : આખું જગત એને જ આત્મા કહે છે, મિશ્ર ચેતન કે જેમાં ચેતનનો એક છાંટોય નથી, એને આત્મા કહે છે. એ શી રીતે સમજાય કે ચેતનનો છાંટોય નથી ? એટલે અમારે બોલવું પડ્યું કે મિશ્ર ચેતન છે. શાસ્ત્રકારોએ મિશ્ર ચેતન કહ્યું, એટલે એવું જાણે કે આ મિલ્ચર કરેલું હશે નહીં. અરે મૂઆ ! આની મહીં મિલ્ચર થઈ શકે નહીં આત્મા. આત્મા ટંકોત્કીર્ણ વસ્તુ છે. એ મિલ્ચર થઈ શકે જ નહીં. આ તો મિશ્ર લખ્યું છે એટલે આ લોકોએ હવે શું માન્યું કે આપણો જે ચેતન છે આત્મા, એમાં મહીં મિલ્ચર થઈ ગયું છે. એટલે ત્યાર પછી શાસ્ત્રકારોએ એક બાજુ શું લખ્યું ? કે તેલ ને પાણી બે ભેગું થઈ ગયું, હવે એને છૂટું પાડવાનું કહે છે. એટલે લોકો જાણે એ મિલ્ચર થઈ ગયું. મૂઆ, મિલ્ચર હોય. આ આત્મા મિલ્ચર કોઈ દહાડો થાય નહીં. આત્મા સ્વભાવિક વસ્તુ છે. સ્વભાવિક વસ્તુ બીજા કોઈની જોડે મિલ્ચર થઈ શકે જ નહીં. આ તો બીજી વસ્તુનો સંયોગ થયો છે. પ્રશ્નકર્તા : મિશ્ર ચેતનેય આમ ખરેખર સાચો શબ્દ ના ગણાય. કારણ કે ચેતન આમાં છે જ નહીં, તો પછી એને મિશ્ર ચેતન કેવી રીતે કહેવાય ? દાદાશ્રી : ના, આને શાસ્ત્ર તરીકે મૂકાયને ! ચેતન તો કહેવું જ પડેને ! ચેતન જેવું કામ કરતું દેખાય એટલે ચેતન તો કહેવું પડે, નહીં તો ભ્રમણામાં પડી જાય પેલો. એ તો જ્ઞાની પુરુષ આમ ફોડ પાડે કે આમાં ચેતન છાંટોય છે જ નહીં, પાવર ચેતન છે. બૅટરીમાં પાવર હોયને, સેલમાં, ત્યાં સુધી વપરાય. ખલાસ થાય પછી સેલ કાઢી નાખવાના. રૂપાળો બંબ જેવા સેલ હોય, બગડેલા ના હોય, સડી ગયેલા ના હોય તોય કામમાં ના આવે. આ આખુંય જગત જેને “આત્મા’ કહે છે, એને તીર્થકરોએ “મિશ્ર ચેતન” કહ્યું. હવે મિશ્ર ચેતન” કહીએ તો આપણા લોક શું સમજે? અડધું ચેતન છે ને, તો અડધું કાઢી નાખીશું, તો અડધું રહેશે, કહે છે. અરે, આમાં ચેતન જ નથી, નિચેતન ચેતન છે. ચેતન જેવાં લક્ષણ દેખાય છે પણ ચેતન