________________ 126 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) ઊડી ગઈ એટલે એના એ જ પોલીસવાળા, અમલદાર, તેનું તે જ બધું. બદલાતું નથી કશું બીજું. રોંગ બિલીફ ઊડી ગઈ એટલે જે અમલદારો પહેલા ભક્ષણ કરતા હતા તે જ પાછા રક્ષણ કરવા મંડી પડે. પાછું રોંગ બિલીફને લઈને આ બધું હતું. બાકી એ જ ઑફિસરો, જે ઉપાધિ અને આખો દહાડો બળમુબળા (બળ્યા) કરતા હતા, તેના તે જ આ, ઑફિસરો કંઈ બદલાયા નથી. પ્રશ્નકર્તા : ઑફિસર તરીકે તો રહ્યાને ? દાદાશ્રી : રહેવું પડેને ! પણ એનું પોતાનું પોતે પોતાનો વિનાશ કરી રહ્યા છે. આ મન આ બાજુ વળતું નથી, ધર્મ ભણી, શું કારણ છે ? એ જાણે છે કે મારું મોત છે અહીંયા, એટલે વળે નહીં અને જો વળે તો વાંધો નહીં. મારી-પટાવીને વાળવું પડે એક વખત. પ્રશ્નકર્તા: એને લાગે કે મારું મોત છે, એટલે જાય જ નહીંને ! દાદાશ્રી : આ સારું સારું કંઈ ખવડાવી-પીવડાવીને પણ એને વાળવું પડે. પછી એ બાજુ જ દોડ દોડ કરશે. પણ પહેલીવાર ખબર પડી જાય, ગંધ આવી જાય કે મારી નાખશે આ. એટલે એ આમાં પેસે જ નહીં. મનનો સ્વભાવ છે, આમાં પેસે જ નહીં. પ્રશ્નકર્તા: આત્મભાવ ઊભો થયો હોય, એનેય ખોદી નાખે. દાદાશ્રી : હા, એ ઉડાડી નાખે બધું. કારણ કે જાણે છે મારો નાશ થવાનો છે. પણ જો એને અટાવી-પટાવીને આમાં ઘાલી દીધું હોય, પછી પાછું આનેય છોડે નહીં એ. મિશ્ર ચેતન'માં ના મળે ચેતતતો છાંટો પ્રશ્નકર્તા : મિશ્ર ચેતન કયા દ્રવ્યમાં આવે ? દાદાશ્રી : મિશ્ર ચેતન તો બધા દ્રવ્યો ભેગા થઈને નવો આત્મા ઊભો થાય અને તે આ કામ કરી રહ્યો છે. પ્રશ્નકર્તા : પહેલા મિશ્ર ચેતનને જ આત્મા માનતા હતા.