________________ 128 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) નથી. જેમ ભમરડાને એક ફેરો દોરી વીંટીને નીચે નાખ્યા પછી ફરે છે. એમાં કોઈ કહેશે, આમાં ચેતન છે, તો એવું નથી. એવું આ ભમરડાની પેઠ ફરે છે. એટલે તીર્થકરો એમને પદ્ધતિસર લખવું પડે, પણ મારે તો તમને સમજાય એવી ભાષામાં બોલવું પડેને ? નહીં તો તમે પાછા કહેશો, મિશ્ર ચેતન હોય તો વાંધો નહીં. એટલે ભેગું છે ને મહીં. થોડું ઘણું તો છે જ, કહેશે. આમાં આટલુંય નથી ચેતન, તેથી અમે નિશ્ચેતન ચેતન” કહ્યું. પ્રશ્નકર્તા H તો એને મિશ્ર ચેતન કહેવું કે નિચેતન ચેતન કહેવાનું? દાદાશ્રી : એ બે એક જ છે. નિશ્ચેતન ચેતન કહેવાનો ભાવાર્થ આપણો આ મિશ્ર ચેતન જે કહેતા'તા ને, એ મિશ્ર ચેતન એટલે એ શું સમજે છે કે ગમે તેવું તોય પાણીવાળું ભેળસેળવાળું દૂધ, પણ એ દૂધ એટલે દૂધ જ. દૂધ છે એવું સમજે છે, એવું આ મિશ્ર ચેતન શું સમજે છે ? ચેતન તો છે જ. તેથી મેં એમને સમજણ પાડવા માટે કહ્યું'તું કે આ ચેતન તો નિચેતન ચેતન છે, ભમરડા જેવું ચેતન છે. એમાં આટલુંય ચેતન નથી. સરવૈયું કાઢવા જઈશું તો આટલુંય ચેતન નથી. આ લોકોએ બાહ્યવિજ્ઞાનમાં બહુ ઝીણામાં ઝીણી બાબતના ફેંસલા બધા લાવી નાખ્યા છે અને આમાં તો જાડી બાબતમાંય ફેંસલોય નહીં લાવ્યા. હજુ તો એ એમ જ જાણે છે કે આ બધું કરે છે એ જ ચેતન છે. મિશ્ર ચેતત કાર્યરત, ચેતાતી હાજરીથી જ પ્રશ્નકર્તા: આ જે બધું કરે છે એ ચેતનના આધારે તો છે ને ? દાદાશ્રી : ચેતનની હાજરી, આધાર કશોય નહીં, હાજરી. તમે એક કામ ચેતન તરીકે કર્યું નથી. અને જો ચેતન તરીકે કામ કરતા હોય તો અનંત અવતારથી ચેતન મહીં ઘસાયા જ કરે, તો પછી વેલ્ડિંગ ક્યાંથી થાય એ? આખું જગત ક્રિયામાં આત્મા માને છે. ક્રિયામાં આત્મા હોય નહીં અને આત્મામાં ક્રિયા હોય નહીં. પણ આવી વાત ક્યારે સમજાય ?