________________
તેનાથી તો તમારા દરેક કામ થાય, બધાં “પઝલ” “સોલ્વ થઈ જાય (અને મોક્ષ પ્રાપ્ત થાય).
એટલે મનુષ્યનો છેવટનો ધ્યેય શું ? મોક્ષે જવાનો જ, એ જ ધ્યેય હોવો જોઈએ. તમારેય મોક્ષે જ જવું છે ને ? ક્યાં સુધી ભટકવું ? અનંત અવતારથી ભટક ભટક.. કંઈ ભટકવામાં બાકી જ નથી રાખ્યું ને ! શાથી ભટકવાનું થયું ? કારણ કે હું કોણ છું' તે જ ના જાણ્યું. પોતાના સ્વરૂપને જ જાણ્યું નથી. પોતાનું સ્વરૂપ જાણવું જોઈએ. “પોતે કોણ છે” એ ના જાણવું જોઈએ ? આટલું બધું ફર્યા તોય ના જાણ્યું તમે ? એકલા પૈસા કમાવા પાછળ પડ્યા છો? મોક્ષનુંય થોડુઘણું કરવું જોઈએ કે ના કરવું જોઈએ ? મનુષ્યો ખરેખર પરમાત્મા થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં છેલ્લો ધ્યેય છે.
મોક્ષ, બે સ્ટેજે પ્રશ્નકર્તા : મોક્ષનો અર્થ સાધારણ રીતે આપણે જન્મ-મરણમાંથી મુક્તિ એમ કરીએ છીએ.
દાદાશ્રી : હા, એ ખરું છે. પણ એ છેલ્લી મુક્તિ છે, એ સેકન્ડરી સ્ટેજ છે. પણ પહેલા સ્ટેજમાં, પહેલો મોક્ષ એટલે સંસારી દુઃખનો અભાવ વર્તે. સંસારના દુઃખમાંય દુઃખ અડે નહીં, ઉપાધિમાંય સમાધિ રહે, એ પહેલો મોક્ષ. અને પછી આ દેહ છૂટે ત્યારે આત્યંતિક મોક્ષ છે. પણ પહેલો મોક્ષ અહીં થવો જોઈએ. મારો મોક્ષ થઈ જ ગયેલો છે ને ! સંસારમાં રહે છતાં પણ સંસાર અડે નહીં એવો મોક્ષ થઈ જવો જોઈએ. તે આ અક્રમ વિજ્ઞાનથી એવું થઈ શકે એમ છે.
૨. આત્મજ્ઞાનથી શાશ્વત સુખની પ્રાપ્તિ જીવ માત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે, પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં જાય કે નાટકમાં જાય, પણ વળી પાછું દુઃખ આવે છે. જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય જ કેમ ? એ તો મૂછનો આનંદ કહેવાય. સુખ તો “પરમેનન્ટ' હોય. આ તો ‘ટેમ્પરરી’ સુખ છે