________________ [ 20-28] શ્રી કીર્તિવિમલરચિત નવકારમંત્રની સજઝાય સમર જીવ એક નવકાર નિજ હેજ શું, અવર કાંઈ આળ-પંપાળ દાખે; - વર્ણ અડસઠ નવકારના નવપદ, સંપદા આઠ અરિહંત ભાખે. સમર૦ 1 આદિ અક્ષર નવકારના સમરણથી, - સાત સાગર ટળી જાય દૂર, એક પદ ઉચ્ચરે દુરિત દુઃખડાં હરે, - સાગર આયુ પંચાસ પૂરી સમર૦ 2 સર્વ પદ ઉચરતાં પાંચસે સાગર, સહસ ચેપન નવકારવાલી; નેહે મન સંવરી હર્ષભર હેજ ધરી, લાખ નવ જાપથી મુગતિ ટાલી. સમર૦ 3 લાખ એક જાપ જન પુણ્ય પુરા જપે, પદવી પામે અરિહંત કેરી અશેકવૃક્ષ તલે બાર પર્ષદ મલે, ગડગડે દુંદુભિ નાદ ભેદી. સમર૦ 4 અષ્ટ વલી અષ્ટસય અષ્ટ સહસાવલી, અષ્ટ લાખા જપે અષ્ટ કેડી; કીતિ વિમલ કહે મુક્તિ લીલા લહે, આપણાં કર્મ આઠે વિછોડી. સમર 5 1. નેહર્યું. 2. કંખે. (પ્રતિ-પરિચય) આ સજઝાયની એક પ્રતિ લીંબડી, શેઠ આણંદજી કલ્યાણજીના જ્ઞાનભંડારની પ્રતિ નં. ૩૩ર૦ની મળી હતી. અન્યત્ર છપાયેલ પાઠ સાથે મેળવીને નીચે પાઠાંતરો આપવા સાથે અહીં પ્રગટ કરવામાં આવે છે. આ સજઝાયના કર્તા “કીર્તિવિમલ”હેવાનું અંતિમ કડીમાં સૂચવ્યું છે. આમાં નમસ્કારનું ફળ બતારવામાં આવ્યું છે.