________________ [ 05-23]. ઉપા) શ્રીમાનવિજયરચિત નમસ્કાર છંદ એક અનેક અનન્ત સન્ત અવિચલ અવિષાદી; સિદ્ધ બુદ્ધ અવિસદ્ શુદ્ધ અજરામર અભય, અવ્યાબાધ અમૂરતીક નિરુપાધિ નિરામય; પરમ પુરષ પરમેસરુ એ પ્રરમ નાથ પ્રધાન, ભવભય ભાવઠ ભંજણે ભજિઈ શ્રી ભગવાન (1) રસના તુઝ ગુણ સંત દષ્ટિ તુજ દર્શને, નવ અંગે પૂજા સામે કાયા તુજ ફરસને તુજ ગુણ શ્રવણે દો શ્રવણ, મસ્તક પ્રણિપાતે, શુદ્ધ નિમિત્ત સવે હુઆ, શુભ પરિણત થાતેં; વિવિધ નિમિત્ત વિલાસથી એ પણ વિલસે એકત, અવતરિયે અત્યંતરે, નિશ્ચલ દિયેય મહંત. (2) ભાવ દૃષ્ટિમાં ભાવ, વ્યાપક સબિ ઠામે, ઉદાસીનતા અવરસ્યું, લીની તુજ નામે; દીઠા વિષ્ણુ પણ દેખિ સૂતાં પણ જોર્વે, અવર વિષયથી ઝડ, ઇન્દ્રિય બુધ ત્યજ, પરાધીનતા મિટ ગઈ એ ભેદબુદ્ધિ ગઈ દૂર, અધ્યાતમ પ્રભુ પરિણમિઉં, ચિદાનન્દ ભરપુર. (3) પૂજક પૂજ્ય અભેદથી, કુણ છે પૂજારૂપ?, દ્રવ્યસ્તવ રડિઉ દ્રવ્યરૂપ, એહ સુદ્ધ સ્વરૂપ ( પ્રતિ-પરિચય) આ “નમસ્કાર છંદ”ના કત ઉપાધ્યાય શ્રીમાનવિજયજી છે. તેઓ ઉપા, યશવિજયજી- 25 ના સમકાલીન વિદ્વાન હતા, એટલે અઢારમા સૈકામાં તેઓ વિદ્યમાન હતા. તેમણે રચેલા “ધર્મસંગ્રહ” ગ્રંથથી એમના બહુશ્રુત પાંડિયને પરિચય મળે છે. તેમણે ગુજરાતીમાં આ કૃતિ રચી છે, જેમાં ચેય સ્વરૂપ અરિહંતના સ્વરૂપનું વર્ણન કરેલું છે. તે કૃતિ અહી પ્રગટ કરવામાં આવેલ છે.