________________ विभाग] नमस्कार स्वाध्याय [ 24 (ચાલિ) નામ ઈત્યાદિ મહિમા–સમુદ્ર, સાધુ અકલંકના છે અમુદ્રા સર્વ લેકે જિકે બ્રહ્મચારી, તેહને પ્રણમીએ ગુણ સંભારી. 117 (દુહા) નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિ વાસ, ભવખય કરતાં રે સમરતાં, લહિએ સુકૃત અભ્યાસ, 118 | (ચાલિ) પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી એ સવિ પાપ નાશ; સકલ મંગલ તણું એહ મૂલ, સુજસ વિદ્યા વિવેકાનુકૂલ. 119 નવકાર મંત્રનો મહિમા શ્રીનવકાર સમે જગિ, મંત્ર ન યંત્ર ન અન્ય, વિદ્યા નવિ ઔષધ નવિ, એહ જપે તે ધન્ય; કષ્ટ ટળ્યાં બહુ એહને, જાપે તૂરત કિદ્ધ, એહના બીજની વિદ્યા, “નમિv૭ વિનમીને સિદ્ધ ( ચાલિ ) સિદ્ધ ધમસ્તિકાયાદિ દ્રવ્ય, તિમ જ નવકાર એ ભણે ભવ્ય; સર્વ શ્રુતમાં વડ એ પ્રમાણે, મહાનિસીથે ભલિ પરિ વખા. 121 ( દુહા ) ગિરિમાંહિ જેમ સુરગિરિ, તરુમાંહિ જેમ સુરસાલ, સાર સુગન્ધમાં ચંદન, નંદનવનમાં વિશાલ; મૃગમાં ૪૮મૃગપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર, ગંગા નદીમાં “અનંગ, સરૂપમાં દેવમાં ઈંદ્ર. 122 (ચાલિ) જિમ સ્વયંભૂરમણ ઉદધિમાંહિ શ્રીરમણ જિમ સકલ સુભટમાંહિ; જિમ અધિક નાગમાંહિ નાગરાજ, શબ્દમાં જલદ ગંભીર ગાજ. 123 | (ડુડા) રસમાંહિ જેમ ઈકખુરસ, ફૂલમાં જિમ અરવિંદ, ઔષધમાંહિ સુધા, વસુધાધવમાં 5 રઘુનંદ, સત્યવાદીમાં યુધિષ્ઠિર, ધીરમાં ધ્રુવ અવિકંપ, મંગલમાંહિ જિનધર્મ, પપરિચ્છદ સુખમાં સંપ. 124 47. મિ-વિનમિ નામના વિદ્યાધરોએ નવકારમંત્ર બીજની વિદ્યા સિદ્ધ કરી હતી. 48. સિંહ. 49 ગરુડ. 50. કામદેવ. 51. રામ. ૫ર. પરિવાર,