________________ [101-19 ] શ્રીદેવવિજ્યજી રચિત પંચપરમેષ્ટિ સાય શ્રીવતરાય નમ: II - ( વીર માતા પ્રીતિકારણી–એ દેશી ) ચિત્ત ધરી ભગવતી ભારતી, જિન ગુરુપય પણએવી; પંચ પરમેષિપદ મંત્રનું, ધરું ધ્યાન નિતમવિ. પંચ પદ વર્ણના સાંભલે. એ આંચલી. 1 બાર અરિહંતના ગુણ ભલા, સિદ્ધના આઠ ગુણ ધ્યાય; સખર છત્રીસ આચાર્યના, પણવીસ ઉવઝાય. પંચ પદ વર્ણનાગ 2 સાત નઈ વીસ ગુણ સાધુના, સર્વ મિલી એક સે આઠ. સૂત્ર સિદ્ધાંતમાંહિ કહ્યા, જેઉં ઠાણાંગને પાઠ, પંચ પદ વર્ણના 3 સિદ્ધ અરિહંતના ગુણ ઘણા, કહું કેટલાએક ઈંદ્ર નાગૅદ્ર સુર નર મિલિ, લાખ રસના હુઈ છે. પંચ પદ વર્ણના 4 શ્રીવિજયદેવ ગુરુ પાટવી, શ્રીવિજયસિંહ ગુરુરાય રે; તેહને સીસ નવકારના, દેવવિજય ગુણ ગાય. પંચ પદ વર્ણના. 5 - ઇતિ પ્રથમ સઝાય સંપૂર્ણ 8 ઢાળ : પ્રથમ ભણું અરિહંતનાજી, સુંદર ગુણ એ બાર; અતિસય ચાર સુહામણુજી, અષ્ટ મહાપ્રતિહાર. ભવિક જન જંપિઈ જિનનું રે નામ. રાગદ્વેષ જેણઈ હણ્યાં, સીઝઈ સઘલાં કામ. ભવિક જન જંપિઈ એ આંચલી 2 પ્રતિ-પરિચય) આ “પંચપરમેષ્ઠી સજઝાય”ની હસ્તલિખિત પ્રતિ પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ડા, નં. 164, પ્રતિ નં. ૬૫ર ની પાંચ પાનાની મળી હતી તે ઉપરથી સંપાદન કરીને અહીં પ્રગટ કરવામાં આવી છે. આ સઝાયના કર્તા શ્રી વિજયદેવસૂરિના શિષ્ય શ્રીવિજયસિંહરિ, તેમના શિષ્ય દેવવિજય હતા. તેઓ અઢારમા સૈકામાં વિદ્યમાન હતા. આ સજા કાયમાં અલગ અલગ ઢાળમાં પાંચ પરમેષ્ઠીઓ સંબંધી ગણેને ખ્યાલ આપે છે.