________________ 102 ] નમસ્કાર અથસગતિ આ અંગ પર ચૂર્ણિ રચાયેલી છે, પણ તે ઉપલબ્ધ નથી. શ્રી અભયદેવસૂરિએ સંસ્કૃતમાં વિશદ ટીકા રચેલી છે, તે ઉપલબ્ધ છે. . (6) નાયાધમ્મકહાંગ (જ્ઞાતાધર્મકથાગ –આ અંગ બે શ્રુતસ્કોમાં વહેંચાયેલું છે. પહેલા શ્રુતસ્કંધમાં 19 અધ્યયને છે અને બીજામાં દશ વર્ગો તથા દસ અધ્યયને છે. પ્રથમ શ્રુતકમાં નગર, રાજા, માતપિતા, ઉદ્યાને, પ્રવજ્યા, વિશેષ તપ, પરલકની ગતિ, અંતકિયાનું વર્ણન છે, અને બીજા શ્રુતકમાં કથાઓ અને ઉપકથાઓ છે. આ અંગ પર શ્રી અભયદેવ સૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે, તે ઉપલબ્ધ છે. (7) ઉવસગ દસાંગ-(ઉપાસક દશાંગ)-આ અંગે એક શ્રુતરકલ્પ છે, તેમાં દશ અધ્યયને અને દશ ઉદ્દેશાઓ છે અને તેમાં 812 સૂત્રો ગુંથાયેલાં છે. આ સૂત્રમાં ઉપાસકનાં નગરો, નગરના સ્વામી, માત-પિતા, ઉદ્યાને, આચાર્યોનું વ્રતગ્રહણ, પરિગ્રહ પ્રમાણ, ભેગને ત્યાગ, તપસ્યા, પ્રત્યાખ્યાન, સમાધિમરણ વગેરેનું વર્ણન છે. આ અંગ પર શ્રી અભયદેવસૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે, તે ઉપલબ્ધ છે. (8) અંતગડદસાંગ-(અન્તકૃશાંગ)–આ અંગે એક શ્રુતસ્કંધરૂપ છે. તેમાં આઠ વર્ગ અને આઠ ઉદેશ છે. તેમાં નગરે, નગરના રાજાઓ, માત-પિતા, સમૃદ્ધિ, ઉદ્યાને, ચ, આચાર્ય, પ્રજ્યા, ભેગનો ત્યાગ, વિશેષ તપ, પ્રત્યાખ્યાન અને કેવળજ્ઞાનની પ્રાપ્તિવડે અંતક્રિયા વગેરે વિષયનું વર્ણન છે. આ અંગ પર શ્રી અભયદેવસૂરિએ રચેલી સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. (9) આણુત્તરોવવાઈ, દસાંગ (અનુત્તપિપાતિકદશાંગ)-આ અંગે એક તસ્કંધ પરૂ છે. તેમાં ત્રણ વર્ગો અને ત્રણ ઉદ્દેશાઓ છે. તેમાં અનુત્તરવિમાનમાં ઉપજનારાઓનાં નામે, નગરે, રાજાએ, ઉદ્યાને, ચૈત્ય વગેરેનું વર્ણન છે. અનુત્તર વિમાનમાં જેની ઉત્પત્તિ થાય છે, તેની દશાનું વર્ણન હોવાથી અનુત્તરપપાતિક દશા કહેવાય છે. (10) પહાવાગરણંગ (પ્રશ્નવ્યાકરણગ)–આ અંગે એક શ્રુતસ્કંધરૂપ છે. અને તેમાં દશ અધ્યયનો છે. તેમાં પાંચ આશ્રવ દ્વારેનું તથા પાંચ સંવરદ્વારનું વર્ણન છે. આ અંગ પર શ્રી અભયદેવસૂરિએ રચેલી સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. (11) વિવાગસુયાંગ (વિપાકøતાંગ)--આ અંગને બે શ્રુતસ્કંધો છે, તેમાં વિશ અધ્યયને અને વિશે ઉદ્દેશાઓ છે. પહેલા કૃતસકંધની અપેક્ષાએ બીજો શ્રુતસ્કંધ ઘણે નાને છે, પ્રથમ શ્રુતસ્કંધમાં દુઃખમાં વિપાકવાળા નું દુઃખ વર્ણવ્યું છે અને બીજા શ્રુતસ્કંધમાં સુખના વિપાકવાળા જીવોનું સુખ અને દીક્ષા ગ્રહણનું વર્ણન કરવામાં આવ્યું છે.