________________ પ્રકાશકીય વ્યાખ્યાનમા આ પ્રથમભાગના પ્રકાશન બાદ બહુ જ ટૂંકા સમયમાં મનના મિનારેથી મુક્તિના કિનારે આ પુસ્તકના બીજા ભાગનું પ્રકાશન કરતા અમારા હૈયામાં આનંદ માતે નથી. આદ્રકુમાર મહર્ષિનું ચરિત્ર જન આલમમાં સુપ્રસિદ્ધ છે અને અનેક શ્રદ્ધાળુ જૈને વ્યાખ્યાનાદિમાં તે સાંભળતાં આવ્યા છે. એ જ રીતે પૂજ્યપાદ ગુરુદેવશ્રી મુખે ફરમાવાયેલા વ્યાખ્યાનોનું સુઘડ અવતરણ કરીને આ બે ભાગમાં વાચકે સમક્ષ એક ઉત્તમ રસથાળ રજુ કર્યો છે. દિવ્યદર્શનના બીજા પ્રકાશિત ગ્રંથરત્નોની જેમ આ પુસ્તકને પણ શ્રદ્ધાળુ વાચકે અંતરના ઉમંગથી વધાવી લેશે એ અતૂટ વિશ્વાસ છે. દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલા અનેક તાત્વિક સાત્વિક મર્મસ્પશી જન શાસ્ત્રાનુસારી ગ્રંથને ઊંડાણથી વાંચનારા અનેક મહાનુભાવે તરફથી અમારા ઉપર તરેહ તરેહના અભિનંદન–પુષ્પોની વર્ષા થઈ રહી છે અને તેઓ વારંવાર પૂછાવે છે કે તમારા ટ્રસ્ટ તરફથી નવા પુસ્તકે જ્યારે બહાર પડવાના છે તે તરત જણાવે, અમે રાહ જોઈ બેઠા છીએ..વગેરે. આ બધા અભિનંદનના સાચા અધિકારી ખરેખર અમે નહિ, પરંતુ આ પુસ્તક પ્રકાશિત કરવા પાછળ અનેક જાતને સહકાર આપનાર દા. ત. આદ્રકુમાર અહર્ષિની યશોગાથા માનાર અને પછી આ પુસ્તકનું આલેખન