________________ 15 કશી ઉતાવળ નથી, ચાલો જરા મને બતા-ક્યાં છે એ બિમાર મહામુનિ?” દેવમુનિની તર્જના ચાલુ છે, કહે છે હવે એમને બતાવવા ચાલે ત્યારે ભાઈ વૈયાવચ્ચે કરશે. વૈયાવચ્ચ કરવી છે તો શોધી કાઢતાં નથી આવડતું? એર, ચાલ બતાવું.” ચાલ્યા, ગામના નાકે બિમાર મુનિનું રૂપ વિકુવીને મૂકયું છે, ત્યાં જઈ નંદીષેણ મહાત્મા જુએ છે તે મુનિને સંગ્રહણીનું–ઝાડાનું દરદ છે. હાથ જોડી આશ્વાસન આપે છે, અહો ! ભારે બિમારી ! ભાઈ જરાય ચિંતા ન કરશો. ઝાડાથી બગડેલા કપડાં હું હમણ સાફ કરી આપું છું. પછી મુકામે લઈ જઈ તમારી બધી વૈયાવચ્ચ હું કરીશ.” બિમાર મુનિ કહે - શી રીતે સાફ કરશે? અહીં અમારી પાસે તો પાણી ય નથી. વૈયાવચ્ચ કરવી છે તે સાથે પાણી ય લાવ્યો નથી? મૂરખ ! આ તારાં વૈયાવચ્ચનાં લક્ષણ છે?” મહાત્મા નંદીષેણ શાંતતાથી કહે - “ફિકર ન કરશો હું હમણાં જ પાણી વહોરી લાવું છું.' કહી, ઘડો લઈ ઊપડ્યા પાણી લેવા. દેવતા એમની ધીરતાનું પારખું કરવા જ્યાં પાણી મળે એવું દેખાય ત્યાં કોઈ ને કાંઈ દોષ લગાડી દે છે. એમ દેવતાએ મહાત્માને બહુ ઘેર ભટકાવ્યા ત્યારે પાણી મળ્યું. પછી આવ્યા બિમાર મુનિ પાસે. બિમાર મુનિ તડુકે છે “ક્યાં ભટકવા ગયો હતો? પાણી લાવતાં દોઢ કલાક? લુચ્ચા ! આ હું મરી રહ્યો છું એની ખબર નથી?”